આખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે જ્યારે ટીમની જાહેરાત થઈ ત્યારે ફેન્સ ચોંકી ગયા કારણ કે હાર્દિક પંડ્યાની આશા રાખવામાં આવી હતી અને કેપ્ટન બનાવી દેવાયો સૂર્યકુમાર યાદવને. ત્યારે હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીફ સિલેક્ટર અજીત અગરકરના જણાવ્યાં મુજબ જ્યારે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટી20 કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી મળેલા ફિડબેક, અને સતત ઉપલબ્ધતા તેના પક્ષમાં રહી. અજીત અગરકર ભારતના શ્રીલંકા પ્રવાસ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મળીને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 3 ટી20 મેચ અને એટલી જ વનડે મેચ રમશે. 


કેમ કપાયું હાર્દિકનું પત્તું?
અજીત અગરકરે કહ્યું કે ફિટનેસ એક સ્પષ્ટ પડકાર હતો અને અમે એવો ખેલાડી ઈચ્છતા હતા કે તેના વધુ સમય ઉપલબ્ધ રહેવાની શક્યતા હોય. તે સર્વશ્રેષ્ઠ ટી20 બેટર્સમાંથી એક છે અને કેપ્ટન તરીકે તેની બધી મેચોમાં રમવાની પણ સંભાવના છે. અમને લાગે છે કે તે કેપ્ટન બનવા માટે હકદાર છે અને અમે જોઈશું કે તે આ ભૂમિકામાં કેવી રીતે ફિટ બેસે છે. 


મોટો ખુલાસો
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે અજીત અગરકરે કહ્યું કે, હાર્દિક જેવી ટેલેન્ટ મળવી મુશ્કેલ છે અને ફિટનેસ મળવી પણ મુશ્કેલ છે. અમારી પાસે થોડો વધુ સમય છે અને અમે કેટલીક ચીજો પર ધ્યાન આપી શકીએ છીએ. ફિટનેસ એક સ્પષ્ટ પડકાર હતો અને અમે એવો ખેલાડી ઈચ્છતા હતા જે  વધુ સમય માટે ઉપલબ્ધ હોય. અમે ડ્રેસિંગ રૂમમાંથી પણ સામાન્ય ફિડબેક લીધા છે. 


રાહુલની અવગણના પર શું કહ્યું?
પૂર્વ કેપ્ટન કે એલ રાહુલની અવગણના પર અજીત અગરકરે કહ્યું કે જ્યારે રાહુલને બહાર કરવામાં આવ્યો તો હું ત્યાં નહતો. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ 28 અને 30 જુલાઈએ બે અન્ય ટી20 મેચ રમાશે. તમામ મેચ પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 


રોહિત શર્મા વનડે ટીમનો કેપ્ટન
સૂર્યકુમાર યાદવ ટી20 ટીમનું નેતૃત્વ સંભાળશે. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ કોલંબો કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 2, 4 અને 7 ઓગસ્ટના રોજ વનડે મેચ રમાશે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ઈન્ટરનેશનલ મેચોથી નિવૃત્તિ લેનારા રોહિત શર્મા વનડે ટીમના કેપ્ટન હશે.