નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને 90ના દાયકાની બોલીવુડ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત મોલ પાસે લૂંટનો શિકાર બની છે. શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. ફરહીન પોતાની કારમાં હતી ત્યારે આ ઘટના ઘટી હતી. કેટલાક બદમાશોએ કારને ઠોકતાં તેણી બહાર આવતાં આ શખ્સો પૈકીનો એક શખ્સ પર્સ અને મોબાઇલ લઇ ભાગી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડીંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારૂઓને ઝડપી લેવાશે. 


રમતજગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર