મુંબઈ: આજે આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમવાની છે. અત્યાર સુધી તો મુંબઈનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, જેણા કારણે પોઈન્ટ ટેબલમાં 10મા નંબરે છે. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેમ છતાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ સામે ગુજરાતની ટીમે સાવધાની પૂર્વક રમવું પડશે. આજે પણ મુંબઈની ટીમમાં એકલા હાથે આખી ગેમ પલટાવામાં સક્ષમ ખેલાડીઓની કોઈ કમી નથી. મુંબઈની ટીમને હવે ખોવા જેવું કંઈ નથી. એટલે મુંબઈ ઈન્ડિયન્સ આજની મેચમાં યુવાઓને ચાન્સ આપીને તેમનું ફોર્મ અજમાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે પણ પોતાના ખરાબ શો દરમિયાન પણ મુંબઈની ટીમે દક્ષિણ આફ્રિકાના દેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, ઋતિક શૌકીન અને કુમાર કાર્તિકેય જેવા યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાનો ચાન્સ આપ્યો છે. એવામાં હવે તમામ પ્રશંસકોની નજર અર્જુન તેંદુલકર પર ટકેલી છે, જેણે અત્યાર સુધી કોઈ મોકો મળ્યો નથી. આ મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ અર્જુન તેંડુલકરના ડેબ્યૂની સંભાવના અંગે તેમના મંતવ્યો શેર કર્યા.


ફરી કોરોનાનું ગ્રહણ મંડરાયું: ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત


ઉલ્લેખનીય છે કે, સચિનનો દીકરો અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022ની હરાજીમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ યુવા ખેલાડીને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે પણ 25 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. અર્જુન આઈપીએલની ગત સીઝનમાં પણ મુંબઈનો ભાગ હતો, જ્યારે પણ એક મેચ રમવા મળી નહોતી.


ગુજરાતની ટીમે ડાંડિયા- ગરબામાં રમઝટ બોલાવી, રાશિદે ગુજરાતી સોંગ પર ડાન્સ, પણ નહેરાજી આ શું કરી બેઠા?


મહેલા જયવર્ધને જણાવ્યું હતું કે, બરાબર છે, મને લાગે છે કે દરેક ટીમ પાસે એક વિકલ્પ છે. અમે જોઈશું કે ચીજો કેવી રીતે આગળ વધે છે. આ મેચમાં અમે વિચારીશું કે કેવી રીતે અમે આ મેચ જીતી શકીએ છીએ. અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમને યોગ્ય મેચઅપ મળે. દરેક રમત એક આત્મવિશ્વાસની ચીજ હોય છે. અમે પોતાની પહેલી જીત હાંસિલ કરવામાં સફળ રહ્યા અને એક જીત મેળવ્યા પછી અને આત્મવિશ્વાસ પાછો લાવવા માટે વિચાર કરી રહ્યા છીએ. મેદાનમાં બેસ્ટ ખેલાડીઓને ઉતારવામાં આવે છે. જો અર્જુન તેમાંથી એક છે, તો અમે વિચાર કરીશું. પરંતુ આ બધું ટીમ કોમ્બિનેશન પર નિર્ભર કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube