નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપનું કહેવું છે કે જે દિવસે મહાન કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલ નિવૃત થશે, તે ક્રિકેટ માટે ઘણો દુખદ દિવસ હશે. ગુરૂવારે ગેલે પોતાની અંતિમ વિશ્વ કપ મેચ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ ટીમે અફઘાનિસ્તાન પર 23 રનની જીતની સાથે વિશ્વ કપ અભિયાનનું જીત સાથે સમાપન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોપે મેચ બાદ કહ્યું, 'મારી સમજથી વિશ્વ તેને (ગેલ) મિસ કરશે. તે ક્રિકેટ માટે દુખદ દિવસ હશે.'


ગેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ભારતની સાથે ઘરેલૂ સિરીઝ તેની અંતિમ સિરીઝ હશે અને ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેશે. ગેલ સંભવતઃ 3 ઓગસ્ટે પોતાની અંતિમ મેચ રમશે. 

આફ્રિકાના સ્ટાર સ્પિનર તાહિરે કરી નિવૃતીની જાહેરાત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે અંતિમ મેચ

ગેલે વનડે સિરીઝ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ સાથે કહ્યું કે, તે ભારત વિરુદ્ધ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવા ઈચ્છે છે. આ સિરીઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.