નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની હાલની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા નિવૃતીની જાહેરાત કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર (Mohammed Amir) એ કહ્યુ કે, તે પાકિસ્તાન માટે ફરી રમી શકે છે. તેણે કહ્યું કે, મુખ્ય કોચ મુસ્બાહ ઉલ હકના નેતૃત્વ વાળો સપોર્ટ સ્ટાફ હટ્યા બાદ તે ફરીથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા નિવૃતિ જાહેર કરી ચુકેલા મોહમ્મદ આમિરે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પસંદગી ન થયા બાદ પાછલા મહિને બોર્ડ પર માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. 


ત્યારબાદ તેણે મિસ્બાહ ઉલ હક (Misbah-ul-Haq) અને બોલિંગ કોચ વકાર યુનૂસ (Waqar Yunus) પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આમિરે સોમવારે ટ્વીટ કરીને કહ્યુ, 'હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છું કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા ત્યારે હાજર રહીશ, જ્યારે આ મેનેજમેન્ટ હટી જશે. મહેરબાની કરી પોતાની કહાની વેચવા માટે ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરો.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube