નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) ટી20 વર્લ્ડ કપ 2020ના સંભવિત ટળવાની અફવાઓને ખોટી ગણાવી રહી છે. પરંતુ આ સાથે જ તેનું કહેવું છે કે તે તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે અમે આઈસીસી ટુર્નામેન્ટ્સનું એવી રીતે જ પ્લાનિંગ કરી રહ્યાં છીએ કે જે પ્રકારે તે થવાના છે પરંતુ હાલના સમયમાં જલદીથી બદલાતા માહોલને જોઈને અમે આકસ્મિક રણનીતિ ઉપર પણ ધ્યાન આપી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે તેમા સ્થિતિઓ પ્રમાણે અમારી પાસે હાજર તમામ વિકલ્પો પર વિચાર કરવાનું સામેલ છે. ટી20 વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 19મી નવેમ્બર દરમિયાન યોજાવવાનો છે.  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે ચેતવણી આપતા કહ્યું કે લોકો પર પ્રતિબંધો એક વર્ષ માટે ચાલુ રહી શકે છે. આઈસીસી પ્રવક્તાએ કહ્યું કે અમે વિશેષજ્ઞો અને અધિકારીઓની સલાહ લઈ રહ્યાં છીએ જેમાં ઓસ્ટ્રેલિયા સરકાર પણ સામેલ છે. ત્યારબાદ અમે યોગ્ય સમયે નિર્ણય લઈશું. 


જુઓ LIVE TV



કોરોના વાયરસના કારણે દુનિયાના મોટાભાગના ખેલ આયોજન કા તો રદ કરાયા છે અથવા તો ભવિષ્ય માટે ટાળવામાં આવ્યાં છે. આ મહામારીના કારણે આઈપીએલ પણ 2 વાર ટળી છે. જો કે ટી 20 વર્લ્ડ કપ2020 ટાળવાના કે રદ થવાની અફવાઓને લઈને બજાર ગરમ છે પરંતુ તેને લઈને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. હાલાત સામાન્ય થાય ત્યાં સુધી કોઈ પણ ખેલ આયોજન શક્ય બને તેમ નથી. પરંતુ ટી20 વર્લ્ડ કપને તો હજુ ઘણઓ સમય છે.