નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે વનડે વિશ્વકપ 2023 રમવા ઉતરશે તો તેનો પ્રયાસ હશે કે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ 2011નો જાદૂ કરે. 2011માં ભારત પોતાની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. હવે ફરીથી તેની પાસે આ સિદ્ધિ મેળવવાની તક હશે. પરંતુ 2011ની વિશ્વ વિજેતા ટીમના સભ્ય રહેલા યુવરાજ સિંહે મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને વિશ્વાસ નથી કે ભારત ઘરેલૂ મેદાન પર 2023 વિશ્વકપ જીતી શકશે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને ભારતની 2023 વિશ્વકપની સંભાવના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- ઈમાનદારીથી કહું તો મને ખાતરી નથી કે તે વિશ્વકપ જીતવાના છે કે નહીં. હું એક દેશભક્તની જેમ કહી શકું કે ભારત જીતશે, પરંતુ ટીમના મધ્યમક્રમમાં ઈજાથી ચિંતાઓ છે. યુવરાજે કહ્યું- તેને (ભારતને) વિશ્વકપમાં વિજેતા બનતું ન જોવું નિરાશાજનક છે, પરંતુ આ સત્ય છે. 


આ પણ વાંચોઃ યશસ્વી કરશે પર્દાપણ, રોહિત શર્માએ કરી જાહેરાત, આ નંબર પર રમશે શુભમન ગિલ


ટીમ કોમ્બિનેશનને લઈને યુવીએ કહ્યુ- આપણી પાસે એક સમજદાર કેપ્ટન રોહિત શર્મા છે. તેણે ટીમ કોમ્બિનેશન ઠીક કરવું જોઈએ. આપણી પાસે ઓછામાં ઓછા 20 ખેલાડીઓનો એક પૂલ હોવો જોઈએ, જેમાંથી બેસ્ટ 15 ખેલાડી ટીમમાં આવે. ટોપ ઓર્ડર બરોબર છે, પરંતુ મિડલ ઓર્ડરમાં સમસ્યા છે. નંબર 4 અને 5 ખુબ મહત્વપૂર્ણ છે. જો રિષભ પંત આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો છે, તો તેણે રાષ્ટ્રીય ટીમ માટે પણ ચોથા નંબર પર આવવું જોઈએ, પરંતુ તે ફિટ નથી. 


બેસ્ટ નંબર 4 વિશે પૂછવા પર યુવરાજે કેએલ રાહુલનું નામ સૂચવ્યું. સાથે રિંકૂ સિંહનું નામ પણ લીધુ હતું. યુવીએ કહ્યું- રિંકૂ સિંહ ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે. મને લાગે છે કે તેને મેચ બનાવવા અને સ્ટ્રાઇકને યથાવત રાખવાની સમજ છે. જો તમે ઈચ્છો છો કે તે તમારા માટે રમે તો તમારે તેને આંતરરાષ્ટ્રીય લેવલ પર તક આપવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube