World Cup 2019: ભારત પાકનો કરશે બહિષ્કાર?, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ કરી ચુક્યા છે આ કામ
અત્યારે તે માગ થઈ રહી છે કે ભારતે પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ.
નવી દિલ્હીઃ પુલવામા હુમલા (Pulwama Terror Attack)બાદ ભારતમાં તે માંગ થઈ રહી છે કે, તેણે પાકિસ્તાનનો દરેક સ્તરે બાયકોટ કરવો જોઈએ, જેથી તે વિશ્વમાં અલગ પડી જાય. આ માંગમાં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની મેચનો બાયકોટ પણ સામેલ છે. આ માંગને સોશિયલ મીડિયા પર ખૂબ સમર્થન મળી રહ્યું છે. પરંતુ ભારત આમ કરશે? પરંતુ આ વાતની અત્યારે હા કે નામાં જવાબ આપી શકાય નહીં. પરંતુ ઈતિહાસ તે વાતનો સાક્ષી છે કે, પોતાના સિદ્ધાંતો માટે ન માત્ર ભાર, પરંતુ અન્ય દેશો પણ ઓલમ્પિકથી લઈને વિશ્વકપ સુધીનો બહિષ્કાર કરતા રહ્યાં છે. તેથી ભારત કોઈ આવો નિર્ણય લે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોની વાત કરીએ તો બંન્નેએ દ્વિપક્ષીય સિરીઝ 11 વર્ષથી રમી નથી. પરંતુ બંન્ને દેશ તે ટૂર્નામેન્ટમાં રમે છે, જેનું આયોજન આઈસીસી કે એસીસી કરે છે. ઈંગ્લેનડ્માં 30 મેથી યોજાનારા વિશ્વકપનું આયોજન પણ આઈસીસી કરશે. તેથી પ્રથમ નજરે માનવામાં આવી રહ્યું છે કે, ભારત આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ રમશે. વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે 16 જૂને મુકાબલો રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વિશે હજુ કોઈ સંકેત આપ્યા નથી કે, તે વિશ્વકપમાં પાકિસ્તાન સામે મેચ ન રમવા પર કોઈ વિચાર કરી રહ્યું છે. પરંતુ તેના પર દબાવ બની રહ્યો છે. દેશની સૌથી જૂની ક્રિકેટ સંસ્થા ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ બીસીસીઆઈ પાસે માગ કરી કે ત પાકિસ્તાનનો વિશ્વકપમાં બહિષ્કાર કરે. મુંબઈની આ ક્બલ સિવાય સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આ માગ કરી છે. આ માગો પર શું નિર્ણય થશે, તે અત્યારે નક્કી નથી. પરંતુ અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ કે આવો તણાવ થવા પર ઘણા દેશો એકબીજાનો બાયકોટ કરી ચુક્યા છે. બીજીતરફ કેટલિક એવી મિસાલો છે, જ્યાં બે દુશ્મન દેશોએ રમતને આપસી તણાવ ઓછો કરવાનું માધ્યમ બનાવ્યું.
1. જ્યારે ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને વોકઓવર આપ્યું
ભારતે પાકિસ્તાનને અત્યાર સુધી કોઈ મોટી ઈવેન્ટમાં બાયકોટ નથી કર્યું પરંતુ તેણે દર્શાવ્યું કે, તે પોતાના સિદ્ધાંતો અને નીતિઓ સાથે સમજુતી કરતું નથી. વાત 1974ની છે, ભારત તે વર્ષે ડેવિસ કપ (ટેનિસ)ના ફાઇનલમાં પહોંચ્યું. તે પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું હતું. બીજીતરફ દક્ષિણ આફ્રિકાએ પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે તે સમયે રંગભેદની નીતિના વિરોધસ્વરૂપ દક્ષિણ આફ્રિકા સામે સંબંધો તોડી નાખ્યા હતા. ભારતે પોતાની આ નીતિ રમતના મેદાન પર જાળવી રાખી અને આફ્રિકા સામે ન રમવાનો નિર્ણય કર્યો. તેણે આફ્રિકાને વોકઓવર આપ્યો. આ રીતે ભારતે ટેનિસમાં પોતાનું સૌથી મોટા ટાઇટલ જીતવાની તક તે માટે ગુમાવી કારણ કે, તે પોતાની નીતિઓ સાથે રમજુતી કરવા તૈયાર નહતું.
2. 66 દેશોએ કર્યો હતો મોસ્કો ઓલમ્પિકનો બહિષ્કાર
રમત જગતમાં સંખ્યા અને પ્રભાવ પ્રમાણે મોસ્કો ઓલમ્કિપના બહિષ્કાર સૌથી મોટો કહી શકાય છે. 1980માં તત્કાલીન સોવિયત સંઘ (રૂસ)માં યોજાયેલા આ ઓલમ્પિકનો અમેરિકા સહિત 66 દેશોએ બહિષ્કાર કર્યો હતો. જે દિવસોમાં ઓલમ્પિકનું આયોજન થયું ત્યારે રૂસી સેના અફગાનિસ્તાનમાં હાજર હતી. બહિષ્કાર કરનારા અમેરિકા સહિત તમામ દેશોનું માનવું હતું કે રૂસની સેનાઓ અફગાન સરકારને બેદખલ કરવા માટે વિદ્રોહીઓની મદદ કરી રહી છે. ત્યારબાદ 1984માં સોવિયત સંઘ સહિત 18 દેશોએ અમેરિકામાં યોજાયેલા ઓલમ્પિકનો બહિષ્કાર કર્યો હતો.
3. સૌથી મોટા બહિષ્કારનો સામનો ઇઝરાયલે કર્યો
જો આપણે દેશ પ્રમાણે વાત કરીએ તો ઇઝરાયલે સૌથી વધુ વાર બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે. અરબના ઘણા દેશો ઘણી તકે ઇઝરાયલ સાથે રમવાની ના પાડી ચુક્યા છે. તેનું તાજુ ઉદાહરણ 2016માં યોજાયેલી રીયો ઓલમ્પિક ગેમ્સ છે. બ્રાઝીલમાં આ ઓલમ્પિકમાં જૂડોના બીજા રાઉન્ડના મેચમાં સાઉદી અરબની જાઉટ ફાહમીનો સામનો ક્રિસ્ટીના સામે થવાનો હતો. ફાહમીએ મેચ પહેલા આયોજકોને સૂચના આપી કે, તે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ છે અને તે મુકાબલા માટે ઉતરી શકશે નહીં.
4. જ્યારે શ્રીલંકાનો બહિષ્કાર રોકવા માટે સાથે આવ્યા ભારત-પાક
વર્ષ 1996માં ભારત-પાકિસ્તાન-શ્રીલંકાની યજમાનીમાં ક્રિકેટ વિશ્વકપ રમાયો હતો. શ્રીલંકામાં તે દિવસોમાં લિટ્ટે (LTTE)નો આતંક હતો. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝે સુરક્ષાને કારણે શ્રીલંકામાં રમવાનો ઈન્કાર કરી દીધો હતો. તેનાથી તે આશંકા ઉભી થઈ કે બીજા દેશો પણ લંકામાં રમવાનો ઈન્કાર કરી શકે છે. ત્યારબાદ શ્રીલંકાના સહ યજમાન ભારત અને પાકિસ્તાન આ મામલાનો ઉકેલ લાવવા સામે આવ્યા. આ બંન્નેએ પોતાની સંયુક્ત ક્રિકેટ ટીમ બનાવી અને તેને રમવા માટે શ્રીલંકા મોકલી. ભારત-પાક સંયુક્ત ટીમની આગેવાની મોહમ્મદ અઝહરુદ્દીને કરી હતી. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝની ટીમ તેમ છતાં શ્રીલંકા ન ગઈ. પરંતુ ગ્રુપની અન્ય ટીમોએ લંકામાં જઈને પોતાની મેચ રમી હતી.
5. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ બનાવી સંયુક્ત ટીમો
હજુ એક વર્ષ પહેલા દક્ષિણ કોરિયામાં શિયાળુ ઓલમ્પિકનું આયોજન થયું હતું. હંમેશાની જેમ યજમાન દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ હતો. અમેરિકા આ તણાવમાં દક્ષિણ કોરિયાની મદદ કરી રહ્યું હતું. તેનાથી નારાજ ઉત્તર કોરિયાએ અમેરિકી દ્વિપમાં બોમ્બવર્ષા કરી હતી. એવું લાગી રહ્યું હતું કે, શિયાળુ ઓલમ્પિકનું સફળ આયોજન નહીં થઈ શકે. પરંતુ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાએ રમતને તણાવની વચ્ચે ન આવવા દીધી. પરંતુ તેણે રમતનો ઉપયોગ તણાવ ઓછો કરવા માટે કરી. આ બંન્ને દેશોએ શિયાળુ ઓલમ્પિકમાં આઇસ હોકીમાં પોતાની સંયુક્ત ટીમ ઉતારી. ત્યારબાદ એશિયન ગેમ્સમાં સંયુક્ત માર્ચપોસ્ટ પણ કરી. હવે બંન્ને દેશો 2032ના ઓલમ્પિકની સંયુક્ત યજમાની મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.