વેલિંગટનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા પોતાના બેટ્સમેનોના અત્યંત રક્ષણાત્મક વલણને છોડવાની અપીલ કરતા કહ્યું કે, વિદેશી પ્રવાસમાં આ પ્રકારની રમતથી ફાયદો મળતો નથી. ભારતે બેસિન રિઝર્વમાં પ્રથમ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે ફાસ્ટ બોલરોને મદદરૂપ પિચ પર બંન્ને ઈનિંગમાં 200 રનનો આંકડો પણ પાર કરી શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ હાર બાદ કહ્યું, 'મને લાગે છે કે બેટિંગ એકમ તરીકે અમે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, તે બરાબર કરવો પડશે. મને નથી લાગતું કે સાવચેત થવાથી કે ખુબ રક્ષણાત્મક વલણ અપનાવવાથી મદદ મળશે કારણ કે તેવામાં બની શકે કે તમે તમારા શોટ ન રમી શકો.'


બીજી ઈનિંગમાં ટેકનિકના માહેર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ખુબ રક્ષણાત્મક વલણ અપનાવ્યું અને 81 બોલ પર 11 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ 79 બોલનો સામનો કર્યો અને 15 રન બનાવ્યા હતા. બેટ્સમેન યૂનિટ કોઈપણ સમય લય હાસિલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. પૂજારાએ વચ્ચે 28 બોલ સુધી એકપણ રન ન બનાવ્યા અને તેવામાં બીજા છેડે રહેલા મયંક અગ્રવાલે ઢીલા શોટ રમવા માટે મજબૂર થવું પડ્યું હતું. ભારતીય કેપ્ટન કોહલીને તે ક્યારેય પસંદ નથી કે તમે દોડીને એક રન ન લો અને કોઈ સારા બોલની રાહ જુઓ જે તમારી વિકેટ ઝડપે. 


કોહલીએ કહ્યું, 'તમને શંકા ઉભી થશે, જો આ પરિસ્થિતિઓમાં એક રન પણ બની રહ્યો નથી, તમે શું કરશો? તમે માત્ર તે રાહ જોઈ રહ્યાં છો કે ક્યારે એક સારો બોલ આવશે જે તમારી વિકેટ ઝડપી લેશે.'


ભારતીય કેપ્ટનને વિરોધી ટીમ પર હાવી થવા માટે ઓળખવામાં આવે છે અને તે ઈચ્છે છે કે તેના બેટ્સમેન પણ તેનું અનુસરણ કરે. તેણે કહ્યું, 'હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરુ છું, જો ખ્યાલ આવે કે વિકેટ પર ઘાસ છે તો હું આક્રમક થઈ જાવ છું જેથી મારી ટીમને આગળ લઈ જઈ શકું.'


કોહલીએ કહ્યું, 'જો તમે સફળ ન થાવ તો તમારે તે સ્વીકાર કરવો પડશે કે તમારો વિચાર યોગ્ય હતો તમે પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી ફાયદો ન મળ્યો તે સ્વીકારવામાં કંઇ ખોટું નથી.' કેપ્ટને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું, 'પરંતુ મને નથી લાગતું કે રક્ષણાત્મક વલણથી ક્યારેય ફાયદો મળે છે વિશેષ કરીને વિદેશી પિચો પર.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર