IND vs SL: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની થશે વાપસી? શ્રીલંકા સામે વનડે સિરીઝમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયા
IND vs SL ODI Series: ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર વ્હાઇટ બોલ સિરીઝ માટે જવાની છે. આ પ્રવાસ પર ત્રણ મેચની વનડે સિરીઝ અને ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે.
India Squad vs Sri Lanka ODI Series: ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકાના પ્રવાસ પર જશે. શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝ તો ત્રણ ટી20 મેચની સિરીઝ રમશે. ભારતના શ્રીલંકાના પ્રવાસની સાથે ગૌતમ ગંભીરના કોચિંગ કરિયરની શરૂઆત થશે. આગામી સપ્તાહે બંને સિરીઝ માટે ગંભીરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની પસંદગી થશે.
રિપોર્ટ પ્રમાણે શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી થશે. તો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડે ટીમમાં હોઈ શકે છે. બીસીસીઆઈ સચિવે સ્પષ્ટ કરી દીધુ છે કે રોહિત શર્મા જ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના કેપ્ટન હશે.
વનડે સિરીઝમાં આ 15 ખેલાડીઓને મળી શકે છે તક
કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જાયસ્વાલના રૂપમાં 15 સભ્યોની ટીમમાં ત્રણ ઓપનર હોઈ શકે છે. મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિંકૂ સિંહને તક મળવાની આશા છે. વિકેટકીપરના રૂપમાં રિષભ પંત અને કેએલ રાહુલને તક મળવાની સંભાવના છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા હોઈ શકે છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ હોઈ શકે છે. તેવું પણ બની શકે કે વનડે સિરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવે.
આ પણ વાંચોઃ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે કપિલ દેવનો મિત્ર, BCCI એ કરી 1 કરોડની જાહેરાત
શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ.
જો રોહિત, વિરાટ અને બુમરાહને આરામ મળ્યો તો 15 સભ્યોની સંભવિત ટીમ
શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ.