ચેન્નઈઃ વેસ્ટ ઈન્ડિઝના ટી-20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેટે સ્વીકાર કર્યો કે, 0-3થી સૂપડા સાફ થવા શર્મજનક છે પરંતુ આ સાથે તેણે કહ્યું કે, સીમિત સંસાધનોની સાથે હાલમાં સંપન્ન સિરીઝમાં તેની ટીમે લડત આપી તે તેની ઓળખ રહી છે. ભારતે રવિવારે અહીં અંતિમ ટી-20માં ગત વિશ્વ ચેમ્પિયન ટીમને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેથવેટે મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, મારો કહેવાનો અર્થ છે કે 0-3થી ખરાબ લાગે છે અને કેપ્ટનના રૂપમાં આ મારા માટે પણ શર્મજનક છે પરંતુ અમે જે પ્રદર્શન કર્યું અને ટક્કર આપી, તે જોતા કે અમારે સીમિત સંસાધનોમાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા દેખાડવાની હતી. મને લાગે છે કે, આ સંક્ષિપ્ત સિરીઝ અમારા પ્રદર્શનની ઓળખ રહી. 


તેણે કહ્યું, ટીમનું મનોબળ વધ્યું છે. એક સમૂહના રૂપમાં અમે અમારા સંસાધનોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. પ્રથમ મેચમાં અમે મોટી ટક્કર આપી અને બોલિંગથી અમારી ક્ષમતા દેખાડી. કેપ્ટને કહ્યું, બીજી મેચમાં અમે અસફળ રહ્યાં અને ત્રીજી મેચમાં અમે શાનદાર બેટિંગ કરી પરંતુ મોટી ભાગીદારી અમને મેચ પર પકડથી દૂર લઈ ગઈ હતી. તેમ છતાં પણ અમે અંત સુધી ટક્કર આપી. 


બ્રેથવેટે યુવા નિકોલસ પૂરનની પ્રશંસા કરી જેણે 25 બોલમાં 53 રન ફટકાર્યા હતા. તેણે કહ્યું, પૂરને માત્ર મોટા શોટ નથી ફટકાર્યા. તેણે કેટલાક રિવર્સ સ્કૂપ પણ ફટકાર્યા હતા. તેની સિક્સ આકર્ષણ રહી પરંતુ તે ન ભૂલો કે તેણે કેટલી ધીમી શરૂઆત કરી હતી. બ્રેથવેટે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને પોતાના ખેલાડીઓને સાતત્યપૂર્મ પ્રદર્શનની જરૂર છે. કેપ્ટને ટીમમાં વાપસી કરી રહેલા ડેરેન બ્રાવોની પણ પ્રશંસા કરી જેણે 43 રન ફટકાર્યા હતા.