બ્રિઝટાઉનઃ ઓફ સ્પિનર રોસ્ટન ચેઝની આઠ વિકેટની મદદથી વેસ્ટઈન્ડિઝ બ્રિઝટાઇનમાં પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 381 રનથી પરાજય આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝના 628 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે પોતાની અંતિમ છ વિકેટ માત્ર 31 રન જોડીને ગુમાવી અને ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડનો પાંચ મેચોમાં જીતનો ક્રમ પણ તૂટી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરઆંગણે આ વેસ્ટઈન્ડિઝની રન પ્રમાણે સૌથી મોટી જીત અને 91 વર્ષના પોતાના ટેસ્ટ ઈતિહાસમાં વિશ્વભરમાં ત્રીજી સૌથી મોટી જીત છે. ચેઝ કેનસિંગટન ઓવલની તૂટેલી પિચ પર ચોથા દિવસે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 60 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોના ખરાબ શોટનો પણ ફાયદો મળ્યો હતો. 


ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટઈન્ડિઝની પ્રથમ ઈનિંગના 289 રનના જવાબમાં 77 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે ત્યારબાદ બીજી ઈનિંગમાં 6 વિકેટ પર 415 રન બનાવીને ડિકલેર કર્યો હતો. અંતિમ સત્રમાં કાર્યવાહક વિકેટકીપર શાઈ હોપે ચેઝના બોલ પર સેમ કુરેનને સ્ટંપ કરીને વિન્ડીઝને જીત અપાવી હતી. આ મેચમાં બેવડી સદી ફટકારનાર વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 



Aus Open: રાફેલ નડાલ અને જોકોવિચ વચ્ચે રોમાંચક ફાઇનલની આશા 


રન પ્રમાણે ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝની ટોપ-5 જીત


1. ઈંગ્લેન્ડને 425 રને હરાવ્યું (માનચેસ્ટર, 1976)


2. ઓસ્ટ્રેલિયાને 408 રને પરાજય આપ્યો (એડિલેડ, 1980)


3. ઈંગ્લેન્ડને 381 રને હરાવ્યું (બ્રિઝટાઇન, 2019)


4. ઓસ્ટ્રેલિયાને 343 રને હરાવ્યું (બ્રિઝટાઉન, 1991)


5. ઈંગ્લેન્ડને 326 રને પરાજય આપ્યો (લોર્ડ્સ, 1950)


પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્સમેન 20 કરતા વધુ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી ઈનિંગમાં ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સ (84) સિવાય ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. બેન સ્ટોક્સ (34) અને જોની બેયરસ્ટો (30) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવામાં અસફળ રહ્યાં હતા.