લંડનઃ 28 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 131 વિકેટ પોતાના નામ કરીને અલગ ઓળખ બનાવનાર જોફ્રા આર્ચરે હવે વેસ્ટ  ઈન્ડિઝ છોડીને બીજી ટીમમાંથી રમવાનું મન બનાવી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે કમાલનું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ  અને એસિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમનો સભ્ય બની શકે છે. આર્ચરને આ તક ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ  (ઈસીબી) દ્વારા પોતાની ટીમમાં રમવાની યોગ્યતાવાળા નિયમોમાં ફેરફાર કર્યા બાદ મળી શકે છે. 


વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, ઈસીબીએ પોતાની બેઠકમાં નિવાસી નિયમોમાં ફેરફાર કર્યો છે.  પહેલા ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે ખેલાડીએ સાત વર્ષ ઈંગ્લેન્ડમાં પસાર કરવાના હતા જેને બોર્ડ  ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધા છે. 

કોહલીથી વધુ રન બનાવશે ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે સિરીઝઃ પોન્ટિંગ


આર્ચર 2015માં ઈંગ્લેન્ડ આવ્યો હતો અને ત્યારથી તે ઈંગ્લેન્ડ કાઉન્ટી સસેક્સ માટે રમી રહ્યો છે. આર્ચર મૂળ વેસ્ટ  ઈન્ડિઝના બારબાડોસનો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે અન્ડર-19 વિશ્વકપ પણ રમ્યો છે. 

INDvsAUS: ઈજાગ્રસ્ત પૃથ્વી શો પ્રથમ ટેસ્ટમાંથી આઉટ


ઈસીબીએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે, તેણે દેશમાં બહારથી આવેલા ખેલાડીઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો  છે. આ ફેરફાર એક જાન્યુઆરી 2019થી લાગૂ થશે. 


તેના પર પ્રતિક્રિયા આપતા આર્ચરે લખ્યું, આ થઈ શકે કે નહીં, પરંતુ હું મારા પરિવારજનોની સામે પર્દાપણ  કરીને ખુશ થઈશ. 


 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચારો