શિલાંગ: મેઘાયલના પૂર્વી ખાસ પર્વતીય જિલ્લામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં ઘર કાટમાળ નીચે દબાઇ ગયા, જેમાં મહિલા ક્રિકેટર રજિયા અહમદના મોતના સમાચાર છે. જ્યારે પાંચ અન્ય લોકો ગુમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જાણકારી આપતાં કહ્યું કે ઘટના સવારે લગભગ છ વાગે જિલ્લાના માવનેઇ વિસ્તાર સર્જાઇ હતી. મેઘાલય માટે રાષ્ટ્રીય સ્તરના ઘણી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી ચૂકેલી 30 વર્ષની રજિયાની લાશ કાટમાળ નીચેથી નિકાળવામાં આવી છે. 


માવનેઇ વિસ્તારના સરચંપે જણાવ્યું કે 'રજિયા અહમદની લાશ કાટમાળ નીચેથી નિકાળવામાં આવી છે. પાંચ અન્ય લોકો હજુ પણ ગુમ છે. પોલીસ અને હોમગાર્ડની ટીમ બચાવ અભિયાનમાં લાગેલી છે. 


મેઘાલય ક્રિકેટ એસોસિએશનના મહાસચિવ ગિડિઓન ખાસકોંગોરએ કહ્યું કે રજિયા 2011-12થી નેશનલ લેવલની વિભિન્ન ટૂર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. તેમણે કહ્યું કે રજિયાએ ગત વર્ષે બીસીસીઆઇ દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં મેઘાલય તરફથી ભાગ લીધો હતો. 


રજિયાની ટીમની સાથીઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહિલા ક્રિકેટર કાકોલી ચક્રવર્તીએ કહ્યું કે 'રજિયાની યાદ આવશે. અમે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું.