નવી દિલ્હીઃ કેપ્ટન હરમનપ્રીતના ઓલરાઉન્ડર દેખાવની મદદથી ભારતીય મહિલા ટીમે ટી20 એશિયા કપમાં સોમવારે થાઈલેન્ડને 66 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. ભારતે કુઆલાલ્મપુરમાં રમાયેલી આ મેચમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા જેના જવાબમાં થાઇલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 66 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ મલેશિયાને માત્ર 27 રનમાં ઓલઆઉટ કરીને પોતાનો પ્રથમ મેચ 142 રને જીત્યો હતો. 


પંજાબની 29 વર્ષીય ઓલરાઉન્ડર હરમનપ્રીતે બેટિંગની સાથે બોલિંગમાં કમાલ કર્યો. તેણે 17 બોલમાં 3 ફોરની મદદથી 27 રન ફટકાર્યા. તેણે અનુજા પાટિલ સાથે ચોથી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. બોલિંગમાં પણ તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહી. તેણે 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ ઝડપી. આ શાનદાર પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


થાઈલેન્ડનું ખરાબ પ્રદર્શન
133નો ટાર્ગેટ હાસિલ કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમના માત્ર 3 બેટ્સમેનો બે અંકના સ્કોર કરવામાં સફળ રહ્યાં. બૂચાથમે 40 બોલમાં 21 અને જ્યારે ઓપરન ચાઇવાઇએ 28 બોલમાં 1 ફોરની મદદથી 14 રન બનાવ્યા. ટીમના બે બેટ્સમેનતો ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. ભારત તરફથી હરમને 3, દીપ્તિ શર્માએ 2 અને પૂનમ યાદવ તથા પૂજા વસ્ત્રાકારને 1-1 વિકેટ મળી હતી.