ઐતિહાસિક IPL પ્રદર્શની મેચ પહેલા મહિલા ક્રિકેટર અત્યંત રોમાંચિત
આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહિલાઓની પ્રદર્શની મેચ યોજાશે. આ મેચનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.
મુંબઈઃ આઈપીએલમાં મહિલા ક્રિકેટ મેચ માટે મંચ તૈયાર છે. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં ટ્રેલબ્લેજર્સ અને હરમનપ્રીત કૌરની આગેવાનીમાં સુપરનોવાની ટીમ પ્રદર્શની મેચમાં આમને-સામને હશે.
આ મેચને દેશમાં મહિલા ટી-20 લીગ માટે પ્રથમ પગલું માનવામાં આવે છે. મેચમાં ભારતીય ખેલાડીઓ સિવાય ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ, ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મીની, એલિસે પેરી, મેગાન શટ અને ઈંગ્લેન્ડની ડેનિયલ યાટ જેવી દિગ્ગજો ભાગ લઈ રહી છે.
આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી આઈપીએલના ક્વોલિફાયર-1 મેચ પહેલા રમાશે. સ્મૃતિએ કહ્યું, આ પ્રદર્શની મેચ રમવો અમારા બધા માટે અત્યંત રોમાંચક હશે અને અમે આ માટે બીસીસીઆઈના આભારી છીએ.
તેણે કહ્યું, આ આઈપીએલ તરફ એક પગલું હશે અને આશા છે કે અમે સારૂ પ્રદર્શન કરીએ, જેથી દર્શક તથા બીસીસીઆઈ સાથે જોડાયેલા લોતો મહિલા આઈપીએલ વિશે વિચારી શકે. સ્મૃતિએ કહ્યું, અમારી ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ન થઈ શકે, પરંતુ ચાર-પાંચ ટીમોની સાથે આઈપીએલ શરૂ કરી શકાય છે.
સૂજી બેટ્સને પણ લાગે છે કે ભવિષ્યમાં મહિલા આઈપીએલ એક વાસ્તવિકતા હોઈ સકે છે. તેણે કહ્યું, આવતીકાલે રમવાને લઈને તમામ ખેલાડીઓ ઉત્સાહિત છે અને ભવિષ્યમાં આઈપીએલનું આયોજન થઈ શકે છે. જેમાં વધુમાં વધુ ખેલાડીઓને રમવાનો અવસર મળશે.
ટીમો
આઈપીએલ ટ્રેલબ્લેજર્સઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હિલી, સૂજી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્સ, ડેનિયેલે હાજેલ, શિખા પાંડે, લી તાહૂહૂ, ઝૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ, પૂનમ યાદવ, દયાલાન હેમલતા.
આઈપીએલ સુપરનોવાઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), ડેનિયેલે યાટ, મિતાલી રાજ, મેગ લૈનિંગ, સોફી ડેવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણામૂર્તિ, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગાન શટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટીલ, તાનિયા ભાટિયા.