મહિલા ફુટબોલઃ ભારતે માલદીવને 6-0થી હરાવ્યું
માલદીવ વિરુદ્ધ ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરતા 6-0થી વિજય સાથે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રારંભ કર્યો છે.
વિરાટનગર (નેપાળ): ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મહિલા ફુટબોલ ટીમે બુધવારે અહીં સૈફ કપમાં જીતની સાથે પ્રારંભ કરતા પ્રથમ મેચમાં માલદીવને 6-0થી પરાજય આપ્યો છે. ભારતે અત્યાર સુધી ચાર વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે.
માલદીવ વિરુદ્ધ ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કર્યું અને દાંગમેઈ ગ્રેસ, સંધ્યા રંગનાથન, સંજૂ, ઇંદુમતિ કાથિરસન અને રતનબાલા દેવીએ મેચમાં ગોલ કર્યા હતા. ભારતે પ્રથમ મિનિટથી જ આક્રમક શરૂઆત કરી હતી. મુખ્ય કોચ મેયમોલ રોકીએ મેચમાં કોઈપણ ક્ષણે પોતાની ટીમની આક્રમણ રણનીતિમાં ફેરફાર ન કર્યો.
પ્રથમ ગોલ મેચની આઠમી મિનિટે 18 ગજના બોક્સની અંદરથી ગ્રેસે કર્યો હતો. શરૂઆતમાં ગોલ કરવાને કારણે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો અને તેની રમતમાં સુધારો થયો હતો. 13મી મિનિટમાં સંધ્યાએ પોતાની ટીમની લીડ બમણી કરી દીધી હતી. ગ્રેસના નામે આ આસિસ્ટ રહ્યો હતો.
જુઓ સ્પોર્ટ્સના અન્ય સમાચાર