સિડનીઃ ક્રિકેટમાં આ દિવસોમાં ઘણા નવા રેકોર્ડ બની રહ્યાં છે. હાલમાં જ એક મેચમાં 80 વર્ષ બાદ બે બેવડી સદી લાગી. હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં નવો રેકોર્ડ બન્યો છે અને તે પણ એક રોચક છે. આ વખતે ઓછા સ્કોરનો આ રેકોર્ડ મહિલા ક્રિકેટના ડોમેસ્ટિક ટી20માં બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય ડોમેસ્ટિક ક્રિકેટ ચેમ્પિયનશિપ દરમિયાન મહિલા ટીમ માત્ર 10 રન પર આઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ઘણી રોમાંચક ઘટના થઈ જે રેકોર્ડ તરીકે નોંધાઈ ગઈ છે. આ 10 રનની ઈનિંગમાં સર્વાધિક સ્કોર વધારાના રનનો હતો. સાઉથ ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ એલિસ સ્પ્રિંગ્સમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપ દરમિયાન ન્યૂ સાઉથવેલ્સ વિરુદ્ધ 10 રન બનાવી શકી હતી. તેમાં છ રન વધારાના હતા. આ તમામ રન વાઇડથી આવ્યા હતા. આ રેકોર્ડની સૌથી અનોખી વાત હતી. 


ઓપનિંગ બેટ્સમેન ફેબી મેંસેલે ચાર રન બનાવ્યા જ્યારે 10 બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. રોક્સેને વાન વીને બે ઓવરમાં એક રન આપીને ચાર વિકેટ લીધી હતી. નાઓમીએ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. આ ઈનિંગ માત્ર 62 બોલ સુધી ચાલી રહી. ન્યૂ સાઉથવેલ્સે 15 બોલમાં આ રન બનાવી લીધા હતા. આ 11 રનના લક્ષ્યને હાસિલ કરતા ન્યૂ સાઉથવેલ્સે પણ બે વિકેટ ગુમાવી દીધી હતી. 


આ મેચમાં 11 આઉથ થયેલા ખેલાડીઓમાંથી 10 શૂન્ય પર આઉટ થયા હતા. સાઉથ ઓસ્ટ્રેલિયા માટે ફેબી મૈનસેલે  રન બનાવ્યા તેના ચાર રન અને એક્સ્ટ્રા 6 રનની મદદથી ટીમ આ સ્કોર સુધી પહોંચી હતી. મૈનસેલ અને વાનિકી ગિબુમા માર જ બે એવી બેટ્સમેન રહી જેણે ત્રણ બોલથી વધુ બોલ રમ્યા હતા. આ પ્રકારનું સ્કોરબોર્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર જોવા મળ્યું છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર