ગયાના: ભારતની મહિલા ક્રિકેટ ટીમને શાનદાર ક્રિકેટ રમતા મહિલા ટી-20 વિશ્વકપમાં ગ્રુપ-બીમાં શરૂઆતની ત્રણેય મેચો જીતીને સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતે ગુરુવારે આયરલેન્ડને 52 રનોથી હરાવીને જીતની હેટ્રીક લગાવી હતી. ભારતીય ટીમે આ પહેલા ન્યુઝીલેન્ડને 34રને હાર આપી હતી. આ મેચમાં ભારતની સૌથી સિનિયર ખેલાડી મિતાલી રાજે એક ખાસ રેકોર્ડ બનાવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ભારતને મૈન ઓફ મેચ મિતાલી રાજે (51) રન કરીને અર્ધશતકીય ઇનિંગ રમીને આયરલેન્ડ સમે 146 રનનો લક્ષ્યાક રાખ્યો હતો. રોહિત શર્મા અને કોહલી પણ રહ્યા પાછળ છોડી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે આ બંને બેટ્સમેન મહિલા ક્રિકેટર મિતાલી આગળ નીકળી ગઇ છે. મહિલા ક્રિકેટ ટીમની સચિન તેંડુલકર ગણાતી મિતાલી રાજના નામે ટી-20માં 2283 રન છે. જ્યારે રોહિત શર્માના નામે 2207 રન છે. રોહિત મેન્સ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે બીજા નંબરે છે. જ્યારે ભારત તરફથી પ્રથમ સ્થાને છે.


વધુ વાંચો...IPL 2019: યુવરાજ, ગંભીર, મેક્સવેલ, ફિંચ, અને શમી આઇપીએલ ટીમોમાંથી થયા બહાર


છતા પણ ટોપ પર નથી મિતાલી રાજ 
આ છતા પણ મિતાલી રાજ સોથી વધારે ટી-20 ઇન્ટરનેશનલમાં રન બનાવનારી બેસ્ટમેન નથી. તે આમા ચોથા નંબર છે. મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવની સૂચીમાં ન્યુઝીલેન્ડની સુજાના વિલ્સન બેટ્સ છે. જેણે 107 મેચોમાં 2996 રન બનાવ્યા છે, ત્યાર બાદ 90 મેચોમાં 2691 રન બનાવનારી વેસ્ટઇન્ડિઝની સ્ટૈફુન રૌક્સન ટેલર છે. ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડની ચાર્લેટ મૈરી છે જેણે 95 મેચોમાં 2605 રન બનાવ્યા છે, પરંતુ હવે તે રિટાયર્ડ થઇ ચૂકી છે.