પર્થઃ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રભાવશાળી જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારત આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં સોમવારે અહીં પોતાની બીજી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશ વિરુદ્ધ તેનું લક્ષ્ય વિજયી અભિયાન જારી રાખવા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેગ સ્પિનર પૂનમ યાદવના શાનદાર સ્પેલની મદદથી ભારતે શુક્રવારે ટૂર્નામેન્ટની શરૂઆતી મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવી ચોંકાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા છતાં હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ બાંગ્લાદેશને ઓછી આંકી શકે નહીં. 


ભારતીય ટીમને તે બરાબર યાદ હશે કે તેણે પોતાના આ વિરોધીથી 2018માં ટી20 એશિયા કપમાં બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જેમિમા રોડ્રિગ્સ અને પ્રથમ મેચમાં 15 બોલ પર 29 રન ફટકારનારી 16 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા એશિયા કપ ટીમનો ભાગ નહતી. 


પરંતુ જો ભારતે બાંગ્લાદેશને પરાજય આપવો છે તો ટોપ ક્રમમાં આ બંન્નેની ભૂમિકા મહત્વની હશે. આ બંન્ને ટીમો વચ્ચે છેલ્લી પાંચ મેચમાં ભારતે ત્રણ અને બાંગ્લાદેશે બે મેચ જીતી છે. ભારત જો સોમવારે જીત મેળવે છે તો તે પાંચ ટીમોના ગ્રુપમાં નોકઆઉટની નજીક પહોંચી જશે. 


ભારતે પરંતુ પોતાની બેટિંગમાં સુધાર કરવો પડશે કારણ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટ્સમેન અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યાં નહતા અને ટીમ ઈન્ડિયા માત્ર 132 રન બનાવી શકી હતી. વિશ્વકપ પહેલા ત્રિકોણીય સિરીઝમાં ભારતીય બેટ્સમેન નિયમિત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ભારતીય ટીમ સતત મોટો સ્કોર બનાવવામાં સંઘર્ષ કરતી જોવા મળી છે. 


જો પૂનમે 19 રન આપીને ચાર વિકેટ ઝડપી ન હોત તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ભારતની સ્થિતિ નાજુક હતી. ત્રિકોણીય સિરીઝમાં સારૂ પ્રદર્શન કરનારી હરમનપ્રીત અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના પાછલી મેચમાં ખાસ યોગદાન ન આપી શકી હતી. ટીમને આ બંન્ને પાસેથી મોટી ઈનિંગની આશા હશે. 


IND vs NZ 1st Test Day 3: ટીમ ઈન્ડિયાએ તક ગુમાવી, જાણો કેવો રહ્યો દિવસ


દીપ્તિ શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 46 બોલ પર 49 રન બનાવ્યા અને તે પોતાનું ફોર્મ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. મધ્યમ ગતિની ફાસ્ટ બોલર શિખા પાંડેએ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારૂ પ્રદર્શન કર્યું હતું અને હરમનપ્રીતને ખુશી છે કે તેની ટીમ એક-બે ખેલાડીઓ પર નિર્ભર નથી. 


તેણે કહ્યું, 'અમારી ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. પહેલા અમે એક-બે ખેલાડીઓ પર નિર્ભર રહેતા હતા, પરંતુ હવે તેમ નથી. જ્યાં સુધી બાંગ્લાદેશની વાત છે તો તેનો દારોમદાર ઓલરાઉન્ડર જહાંનારા આલમ અને શીર્ષ ક્રમની બેટ્સમેન ફરગાના હક પર ટકેલો હશે.'


26 વર્ષીય હકના નામ પર ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી પણ નોંધાયેલી છે. બાંગ્લાદેશની સૌથી અનુભવી ખેલાડી કેપ્ટન સલમા ખાતૂન પણ બેટ અને બોલથી યોગદાન આપી શકે છે. ગ્રુપ-એની એક અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે થશે. આ બંન્ને ટીમોને વિશ્વકપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પોતાની પ્રથમ જીતનો ઇંતજાર છે. શ્રીલંકાને શનિવારે ન્યૂઝીલેન્ડે 7 વિકેટે હરાવ્યું હતું. 


ટીમ આ પ્રકારે છે
ભારતઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, પૂનમ યાદવ, રાધા યાદવ, તાનિયા ભાટિયા (વિકી), હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, ઋૃચા ઘોષ, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, અરૂંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર.


બાંગ્લાદેશઃ સલમા ખાતૂન (કેપ્ટન), રૂમાના અહમદ, આયશા રહમાન, ફહીમા ખાતૂન, ફરગના હક, જહાનારા આલમ, ખદીજા તુલ કુબરા, સોભના મોસ્તરી, મુર્શીદા ખાતુન, નાહિદી અખ્તર, નિગાર સુલ્તાના (વિકી), પન્ના ઘોષ, ઋૃતુ મોની, સંજીદા ઇસ્લામ, શમીમા સુલ્તાના. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર