ગયાનાઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં પોતાના સૌથી કઠિન મુકાબલામાં આજે એટલે કે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંન્ને ટીમો માટે આ મેચ ઔપચારિકતા છે, કારણ કે બંન્ને ટીમો સેમીફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે. પરંતુ ભારતીય ટીમ પોતાથી મજબૂત ટીમને હરાવીને સેમીફાઇનલમાં પોતાનો મનોબળ વધારવા ઉતરશે. બંન્ને ટીમોએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચ જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ભારતની રાહ આસાન નથી, કારણ કે છેલ્લી પાંચ મેચમાંથી ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વખત હરાવ્યું છએ. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું ફોર્મ શાનદાર છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને આયર્લેન્ડને આસાનીથી પરાજય આપ્યો હતો. 


કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ મેચમાં સદી ફટકારીને તેના ફોર્મનો પરિયચ આપ્યો હતો. તો અનુભવી મિતાલી રાજે બે અડધી સદી પટકારીને સાબિત કરી દીધું કે, અનુભવનો કોઈ વિકલ્પ નથી. ભારતીય બોલરોએ પણ આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 


ઓસ્ટ્રેલિયાની ટીમ પણ શાનદાર ફોર્મમાં છે જેણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 52 રને હરાવ્યું હતું. ત્યારબાદ આયર્લેન્ડને 9 વિકેટ અને ન્યૂઝીલેન્ડને 33 રને પરાજય આપ્યો હતો. મેગ લાનિંગની ટીમમાં આમ તો ઘણા મેચ વિનર છે, પરંતુ વિકેટકીપર એલિસા હિલી શાનદાર ફોર્મમાં છે. તે છેલ્લી આઠ ઈનિંગમાં છ વખત અડધી સદી ફટકારી ચુકી છે. 


ભારતઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, જેમિમા રોડ્રિગેજ, દેવા કૃષ્ણામૂર્તિ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડાયનાલ હેમલતા. માનસી જોશી, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી. 


ઓસ્ટ્રેલિયાઃ મેગ લેનિંગ (કેપ્ટન), રશેલ હેન્સ, નિકોલ બોલ્ટન, એશ્લે ગાર્ડનર, એલિસા હિલી, ડેલિસા કિમિંસ, સોફી મોલિને, બેથ મૂની, એલિસે પેરી, મેગાન શટ, એલિસે વિલાની, ટાયલા વી, જાર્જિયા વારેહમ, નિકોલા કારે. 


ભારતીય સમયાનુસાર મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે.