સિડનીઃ મહિલા ટી20 વિશ્વકપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં ઈંગ્લેન્ડ કરતા વધુ પોઈન્ટ હોવાને કારણે ભારતને ફાઇનલમાં એન્ટ્રી મળી અને ઈંગ્લેન્ડની સફર સમાપ્ત થઈ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત મેચ રમ્યા વિના ફાઇનલમાં પહોંચવાથી ખુશ નથી. તેણે આ મેચ ન રમાતા નિરાશા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશ્વકપમાં સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડેની જોગવાઈ નથી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે સેમિફાઇનલમાં મેચ કોઈ કારણે રદ્દ થવાની સ્થિતિમાં ગ્રુપ સ્ટેજના અંતે પ્રથમ સ્થાન પર રહેનારી ટીમને ફાઇનલમાં પ્રવેશ મળશે. 


આ જ કારણ છે કે ભારત સેમિફાઇનલ રદ્દ થવાની સ્થિતિમાં ફાઇનલમાં પહોંચી ગયું છે. મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું, 'દુર્ભાગ્યવશ મેચ ન રમી શક્યા, પરંતુ નિયમ બન્યા છે અને અમારે તેનું પાલન કરવાનું છે. ભવિષ્યમાં રિઝર્વ ડે રાખવો સારો વિચાર હશે.'


ભારતે ગ્રુપ સ્ટેજમાં તેની તમામ મેચ જીતી હતી અને આ કારણે તે ગ્રુપમાં પ્રથમ સ્થાને હતું. કેપ્ટને કહ્યું, 'પ્રથમ દિવસથી અમે જાણતા હતા કે અમારે દરેક મેચ જીતવી પડશે કારણ કે જો સેમિફાઇનલ ન રમાઇ તો અમારા માટે મુશ્કેલી આવે. તેથી તમામ મેચ જીતવાનો શ્રેય ટીમને જાય છે.'


T-20 World Cup ફાઇનલમાં મહિલા ટીમ, આ દિગ્ગજોએ આપી શુભેચ્છા  


કેપ્ટને કહ્યું કે, ટીમ ફાઇનલમાં સકારાત્મક બનીને પગલું રાખશે કારણ કે અત્યાર સુધી તેની ટીમે દમદાર પ્રદર્શન કર્યું છે. હરમનપ્રીતે કહ્યું, 'બધા સારી લયમાં છે. શેફાલી અને સ્મૃતિએ અમને સારી શરૂઆત આપી છે. હું અને સ્મૃતિ નેટ્સમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે બંન્ને મોટી ઈનિંગ રમી શક્યા નથી પરંતુ અમારી ટીમ સારૂ રમી રહી છે.'


તેણે કહ્યું, 'પ્રથમ ટી20 વિશ્વકપ ફાઇનલ અમારા માટે ઘણું મહત્વ રાખે છે. એક ટીમ તરીકે અમે ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવા ઈચ્છીએ છીએ. અમે જાણીએ છીએ કે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા બંન્ને ટીમોએ સારૂ કર્યું છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર