Women’s Asia Cup: ભારતે રચ્યો ઇતિહાસ, સાતમી વાર એશિયા કપનો જીત્યો ખિતાબ
India vs Sri Lanka: ભારત તરફથી સ્મૃતિ મંઘાનાએ શાનદાર 51 રનની ઇનિંગ રમી. ફાઇનલ મુકાબલામાં ભારતીય બોલરો સામે શ્રીલંકાઇ ટીમ સંપૂર્ણપણે ફેલ જોવા મળી અને આખી ટીમ 20 ઓવર્સમાં 9 વિકેટ ગુમાવી ફક્ત 65 રન બનાવી શકી.
India vs Sri Lanka: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતાં સાતમી વાર એશિયા કપના ખિતાબ પર કબજો કરી લીધો છે. એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 8 વિકેટે હરાવી દીધું છે. ભારત તરફથી સ્મૃતિ મંઘાનાએ શાનદાર 51 રનની ઇનિંગ રમી. ફાઇનલ મુકાબલામાં ભારતીય બોલરો સામે શ્રીલંકાઇ ટીમ સંપૂર્ણપણે ફેલ જોવા મળી અને આખી ટીમ 20 ઓવર્સમાં 9 વિકેટ ગુમાવી ફક્ત 65 રન બનાવી શકી. ભારત તરફથી રેનુકા સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
સ્મૃતિ મંઘાનાએ ફટકારી સદી
સ્મૃતિ મંઘાનાએ ફાઇનલમાં તોફાની બેટીંગ કરી. તેમણે મેદાન પર ચોતરફ સ્ટ્રોક લગાવ્યા. તેમની બેટીંગ જોઇ વિરોધી બોલરોની આંખો ચાર થઇ ગઇ. તેમણે 25 બોલમાં 51 રન બનાવ્યા, જેમાંથી 6 ચોગ્ગા અને 3 લાંબી સિક્સર સામેલ છે. તો બીજી તરફ કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રનોનું યોગદાન આપ્યું. બંને ખેલાડી અંત સુધી આઉટ થયા નહી અને ટીમ ઇન્ડીયાને જીત અપાવી દીધી છે. જેમિમાહ રોડ્રિગેજે ર રન અને શેફાલી વર્માએ 5 રન બનાવ્યા.
પાકિસ્તાનના 'વિરાટ કોહલી'નો આજે જન્મદિવસ, જાણો મેળવી છે શું સિદ્ધી?
શ્રીલંકાએ આપ્યો 66 રનનો ટાર્ગેટ
ભારતીય મહિલા ટીમે એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શનિવારે અહીં શ્રીલંકાની ઇનિંગને 20 ઓવરોમાં નવ વિકેટ પર 65 રન પર રોકી દીધા. 66 રનના મળેલા ટાર્ગેટને ટીમ ઇન્ડીયાએ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
બોલરોએ કર્યો કમાલ
શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ મહિલા એશિયા કપની ફાઇનલમાં શનિવારે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય લીધો, જે ભારતીય બોલરોની સામે બિલકુલ ખોટો સાબિત થયો. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી. શ્રીલંકા તરફથી કોઇ પણ મહિલા ખેલાડી કમાલનું પ્રદર્શન કરી શકી નહી.