મુંબઈઃ Women's IPL 2023 Auction Live Update: મહિલા આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી આજે મુંબઈમાં યોજાશે. હરાજી માટે વિશ્વભરમાંથી 409 મહિલા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. મુંબઈમાં ઓક્શન શરૂ થયું છે. 90 ખેલાડીઓ પર બિડ થઈ શકે છે. 5 ફ્રેન્ચાઈઝીના પર્સમાં કુલ 60 કરોડ રૂપિયા છે. દરેક ફ્રેન્ચાઇઝીએ12 કરોડમાંથી ઓછામાં ઓછા 9 કરોડ ખર્ચવા પડશે. મલિકા અડવાણી મહિલા IPLમાં હરાજી કરનારની ભૂમિકા ભજવશે. BCCI પ્રથમ વખત તેનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ લીગ આવતા મહિને એટલે કે માર્ચમાં શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live અપડેટ્સ


- ગુજરાતે વિન્ડીઝની ક્રિકેટર ડિએન્ડ્રા ડોટિનને 50 લાખમાં ખરીદી. 


- ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરને લાગી લોટરી. મુંબઈ ઈન્ડિયન્સે 1.90 કરોડમાં ખરીદી. 


- ગુજરાતે હરલીન દેઓલ પર લગાવ્યો દાવ. 40 લાખમાં ખરીદી. 


- ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને ગુજરાતે 70 લાખમાં ખરીદી. 


- ઈંગ્લેન્ડની કેપ્ટન હેધર નાઇટ અનસોલ્ડ. 


જાણો અત્યાર સુધી કઈ ટીમે ક્યા ખેલાડીઓને ખરીદ્યા


RCB: Mandhana, Devine, Perry, Renuka


MI: Harmanpreet, Nat Sciver-Brunt, Amelia Kerr


Gujarat Giants: Gardner, Mooney, Dunkley


UP Warriorz: Ecclestone, Deepti, McGrath, Ismail


DC: Rodrigues, Lanning, Shafali


- ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગને 1.10 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદી. 


- આફ્રિકાની ફાસ્ટ બોલર શબનમ ઈસ્માઇલને યુપીએ 1 કરોડમાં ખરીદી. 


- ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર એમેલિયા કેરને મુંબઈએ 1 કરોડમાં ખરીદી. 


- ઈંગ્લેન્ડની બેટર સોફિયા ડંકલીને ગુજરાત જાયન્ટ્સે 60 લાખમાં ખરીદી. 


- ઓપનિંગ બેટર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડમાં ખરીદી. 


- ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર થાલિયા મેક્ગ્રા યુવી વોરિયર્સ તરફથી રમશે. મેક્ગ્રાને મળ્યા 1.4 કરોડ રૂપિયા. 


- ભારતની ફાસ્ટ બોલર રેણુકા સિંહને આરસીબીએ 1.50 કરોડમાં ખરીદી. 


- ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડ નતાલી સીવરને મુંબઈ ઈન્ડિયન્સે 3.20 કરોડમાં ખરીદી. 


- ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને મળી મોટી રકમ. દીપ્તિને યુપી વોરિયર્સે 2.60 કરોડમાં ખરીદી. 

- ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એકલસ્ટોનને યુપી વોરિયર્સે 1.8 કરોડમાં ખરીદી. 


- આરસીબીએ ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીને 1.70 કરોડમાં ખરીદી. 


- ગુજરાત જાયન્ટ્સે એશ્લે ગાર્ડનરને 3.20 કરોડમાં ખરીદી. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર છે ગાર્ડનર. 


- આરસીબીએ ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને 50 લાખમાં ખરીદી


- ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડમાં ખરીદી. 


- ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બની કરોડપતિ, આરસીબીએ 3.40 કરોડમાં ખરીદી

90 સ્લોટ ભરવામાં આવશે
મહિલા IPLમાં વધુમાં વધુ 90 ખેલાડીઓની બોલી લગાવી શકાય છે. ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય છે. દરેક ફ્રેન્ચાઇઝી તેમની ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.


આ 5 ટીમો હરાજીમાં ભાગ લેશે
યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ મહિલા આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ માટે બોલી લગાવતી જોવા મળશે. હરમનપ્રીત કૌરનું ફોર્મ અત્યારે નિઃશંકપણે સારું નથી પરંતુ તે એક વિસ્ફોટક બેટર હોવાની સાથે સાથે કુશળ નેતા પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube