મહિલા ટી20 વર્લ્ડ કપઃ ભારતીય મહિલા ટીમે ન્યૂઝિલેન્ડને 34 રને હરાવ્યું
મેન ઓફ ધ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌર 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 51 બોલમાં સાથે ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની, ભારતીય મહિલા ટીમે બનાવેલો 194 રનનો સ્કોર પણ ટી20 મહિલા વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોર છે
ગુયાનાઃ વેસ્ટ ઈન્ડિઝમાં શુક્રવારથી મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂઆત થઈ છે. ગ્રુપ-બીમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝિલેન્ડની મહિલા ટીમ વચ્ચે પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને 34 રને હરાવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝિલેન્ડને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી હતી. ભારતની કેપ્ટન હરમનપ્રિત કૌરે 103 રન બનાવીને સદી ફટકારનારી પ્રથમ મહિલા બની હતી. આ સાથે જ મહિલા ટી20 ક્રિકેટના ઈતિહાસનો ભારતીય ટીમે હાઈએસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો.
ન્યૂઝિલેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર સુઝી બેટ્સ અને એના પિટરસને પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. જોકે, ત્યાર બાદ ન્યૂઝઇલેન્ડની ખેલાડીઓ ભારતીય બોલરોનો સામનો કરી શકી ન હતી અને એક પછી એક વિકેટ પડતી ગઈ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ઓપનર સુઝી બેટ્સે સૌથી વધુ 50 બોલમાં 67 રન બનાવ્યા હતા. વિકેટ કીપર કેટી માર્ટીને ત્યાર બાદ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા.
આ સિવાયની ન્યુઝિલેન્ડની મહિલા ખેલાડીઓ ભારતીય મહિલા બોલરો સામે ટકી શકી ન હતી. ન્યૂઝિલેન્ડની નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પૂનમ યાદવ અને ડાયલાન હેમલતાએ 3-3 વિકેટ લીધી હતી. રાધા યાદવે 2 વિકેટ, જ્યારે અરૂંધતી રેડ્ડીએ 1 વિકેટ લીધી હતી.
આ અગાઉ ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતની પ્રથમ બે વિકેટ ઝડપથી પડી ગઈ હતી. 9 રનના ટીમના સ્કોર પર ઓપનર તાનિયા ભાટિયા 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ 22ના સ્કોર પર સ્મૃતિ મંધાના આઉટ થઈ જતાં ભારતીય ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. ચોથા ક્રમે રમવા આવેલી ડાયલેન હેમલતા પણ પીચ પર વધુ ટકી શકી ન હતી અને 15 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
પાંચમા ક્રમે રમવા આવેલી કેપ્ટન હરમનપ્રિત કૌરે ટીમને ઉગારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે જેમિમાહ રોડ્રિગ્સ સાથે અત્યંત મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બંનેએ ન્યુઝિલેન્ડની ટીમના છક્કા છોડાવી દીધા હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 51 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેની સાથે રમી રહેલી જેમિમા રોડ્રીગ્સે પણ બીજો છેડો પકડી રાખીને અડધી સદી ફટકારી હતી. હરમનપ્રિત અને જેમિમાહની જોડીએ ટીમ ઈન્ડિયા માટે 76 બોલમાં 134 રન જોડ્યા હતા.
[[{"fid":"189353","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
(જેમિમાહ અને હરમનપ્રિત કૌર - ફોટો સાભાર@Twitter)
બંનેએ મળીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. જેમિમા ભારતના 174ના સ્કોર પર આઉટ થઈ હતી. ત્યાર બાદ છેલ્લો બોલ બાકી હતો ત્યારે કેપ્ટન હરમનપ્રિત કૌર 103 રન બનાવીને આઉટ થઈ હતી.
(ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌર- ફોટો સાભાર @Twitter)
હરમનપ્રિત કૌરનો રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર આંતરરાષ્ટ્રીય ટી20 ઈતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. હરમનપ્રિત ટી20 વિશ્વકપના ઇતિહાસમાં સદી ફટકારનારી ત્રીજી ખેલાડી બની છે. હરમનપ્રિતે ન્યૂઝિલેન્ડ સામે 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 51 બોલમાં 103 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ટીમે ન્યૂઝિલેન્ડને જીતવા માટે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી લી થુહુએ 2 વિકેટ લીધી હતી, જ્યારે જેસ વોટકીન અને લેગ કેસપર્કને 1-1 વિકેટ મળી હતી.
ભારતીય મહિલા ટીમ
સ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા(વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રિત કૌર(કેપ્ટન), દાયલાન હેમલતા, મિથાલી રાજ, દિપ્તી શર્મા, વેદ ક્રિષ્નમૂર્તિ, રાધા યાદવ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ
ન્યૂઝિલેન્ડ મહિલા ટીમ
સુઝી બેટ્સ, એના પીટરસન, સોફી ડિવાઈન, એમી સ્ટર્થવેઈટ(કેપ્ટન), કેટી માર્ટિન (વિકેટકીપર), મેડી ગ્રી, લેગ કેસપિરેક, જેસ વેટકીન, હેલે જેનસન, એમિલી કેર, લી થુડૂ