નવી દિલ્હીઃ બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (કોમનવેલ્થ ગેમ્સ) 2022મા મહિલા ટી-20 ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેની ખાતરી કરી છે. આ વર્ષએ જૂન મહિનામાં સીજીએફે તેની ઉમેદવારી કરી હતી પરંતુ સીજીએફના સભ્યોની મંજૂરી મળવાની બાકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. 


ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર એકવાર 1998 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા ટોપ પર રહ્યું હતું. બીજીતરફ એમસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગે પુરૂષ ક્રિકેટ વિશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રમતને 2028મા લોસ એન્જલિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ગૈટિંગે આ વાત આ સપ્તાહે લોર્ડ્સમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને દ્વારા કહેલી વાતના હવાલાથી કહી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર