IND W vs WI W: મહિલા ટી20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યું
Womens T20 World Cup 2023: દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ બાદ ઋચા ઘોષની 44 રનની મદદથી ભારતીય મહિલા ટીમે વિશ્વકપમાં બીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે.
કેપટાઉનઃ ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup 2023) માં પોતાના વિજય અભિયાનને જારી રાખતા વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સતત બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.1 ઓવરમાં 119 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 32 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. સ્મૃતિ મંધાના 10 રન બનાવી આઉટ થઈ હતી. પાકિસ્તાન સામે મેન ઓફ ધ મેચ રહેલી જેમિમા રોડ્રિગ્સ માત્ર 1 રન બનાવી હેલી મેથ્યૂઝનો શિકાર બની હતી. શેફાલી વર્માએ 23 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા. ભારતે 43 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી.
આ પણ વાંચોઃ દિલ્હી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા સાથે થઈ ગયો દગો! સાંભળીને ચોંકી જશે ક્રિકેટ ફેન્સ
ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઋચા ઘોષે ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. હરમનપ્રીત કૌર 42 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 33 રન બનાવી આઉટ થઈ હતી. ઋચા ઘોષ 32 બોલમાં 5 ચોગ્ગા સાથે 44 રન બનાવી અણનમ રહી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેફાની ટેલરે 42 રન બનાવ્યા હતા. આ સિવાય કેમ્પબેલે 30 રનનું યોગદાન આપ્યું હતું. નાતીને 18 બોલમાં 21 અને શાબિકા ગુજનાબીએ 15 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 15 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. એક-એક સફળતા રેણુકા સિંહ અને પુજા વસ્ત્રાકરને મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube