નવી દિલ્હીઃ મહિલા ટી-20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતના સેમિ ફાઇનલ મેચમાં મિતાલી રાજને ટીમમાં સામેલ ન કરવાના કારણથી ઉઠેલા વિવાદે મોટુ રૂપ લઈ લીધું છે. અહેવાલ પ્રમાણે આ વિવાદને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ટૂર્નામેન્ટમાં મિતાલીના ફિટનેસની જાણકારી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઓએએ સેમિ ફાઇનલ મેચ પહેલા થયેલી પસંદગીની બેઠકની જાણકારી મીડિયામાં લીક થવા પર ચિંતા પણ વ્યક્ત કરી અને આ મામલામાં બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારી સહિત મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરી પાસેથી પણ સ્પષ્ટીકરણની માંગ કરી છે. 


મહત્વનું છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ટીમની સૌથી અનુભવી બેટ્સમેન મિતાલી રાજને બેન્ચ પર બેસાડવામાં આવી અને આ મેચમાં ભારતીય ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે મિતાલી રાજને સેમિ ફાઇનલ મેચમાં સામેલ કરવાને કારણે વિવાદ ઉભો થયો અને તેણે મોટુ રૂપ ધારણ કરી લીધું છે. 



Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર


આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ઘુંટણની ઈજાને કારણે મિતાલી બહાર હતી, પરંતુ તે પહેલા રમાયેલા બે મેચમાં સતત બે અડધી સદી ફટકારી હતી. સેમિ ફાઇનલ મેચના એક દિવસ પહેલા તેને ફિટ જાહેર કરી દેવામાં આવી હતી. 


ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રમેશ પોવાર અને મેનેજર તૃપ્તી ભટ્ટાચાર્ય આ મામલામાં સોમવારે સીઓએ અને જૌહરીની સાથે મુલાકાત કરીને ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમના પ્રદર્શનનો રેપોર્ટ પણ સોંપશે.