નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 9 થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝમાં યોજાનારા મહિલા ટી-20 વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ સામે ટકરાયા બાદ 11 નવેમ્બરે પોતાના બીજા મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ રમસે. ટીમ અન્ય મેચમાં ક્વોલિફાયર-2 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્રમશઃ 15 અને 17 નવેમ્બરે રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાંચ વાર ભાગ લીધો છે, પરંતુ અત્યાર સુધી ટાઇટલ જીતી શકી નથી. દસ દેશોના આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને એક વખતની વિજેતા ઈંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝ ભાગ લેશે. 


વિશ્વ કપના મેચો વેસ્ટઇન્ડિઝમાં ત્રણ સ્થળે રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમવાર ડીઆરએસનો ઉપયોગ થશે અમે મેચોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આની ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ વિશ્વ ટી20 ક્વોલિફાયર સાતથી 17 જુલાઇ વચ્ચે નેધરલેન્ડમાં રમાશે, જેમાં ફાઇનલમાં પહોંચનાર ટીમ વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરશે. 


ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ગ્રુપ-એમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને એક ક્વોલિફાયર ટીમ સામેલ છે. ગ્રુપ-બીમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બીજી ક્વોલિફાયર ટીમ છે. 


ટૂર્નામેન્ટના બંન્ને સેમિફાઇનલ 22 નવેમ્બરે રમાશે જ્યારે ફાઇનલ 24 નવેમ્બરે રમાશે.