વિશ્વના 8 ક્રિકેટર જેમણે લગ્ન વિના ગર્લફ્રેન્ડને બનાવી દીધી હતી કુંવારી માતા, ક્રિકેટમાં ધરાવે છે દબદબો
વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટરો છે, જેમણે પ્રેમમાં પડ્યા પછી લગ્ન પહેલા જ પિતા બનવાની ખુશી મેળવી લીધી છે. આ ક્રિકેટર્સ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ પિતા બન્યા છે. ક્રિકેટરોની આ અનોખી યાદીમાં એક ભારતીય પણ સામેલ છે
વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટરો છે, જેમણે પ્રેમમાં પડ્યા બાદ લગ્ન પહેલાં જ પિતા બની ગયા છે. આ ક્રિકેટર્સ લગ્ન પહેલાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ પિતા બન્યા છે. ક્રિકેટરોની આ અનોખી યાદીમાં એક ભારતીય પણ સામેલ છે.
1. હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા એક ભારતીય ક્રિકેટર છે જે લગ્ન પહેલાં જ પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઈમાં (Dubai)બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથે સગાઈ કરી હતી. 30 જુલાઈ, 2020 ના રોજ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે અને તે પિતા બનવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના બાળકનું નામ 'અગસ્ત્ય' (Agastya) રાખ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને તાજેતરમાં જ બંનેએ છૂટાછેડા લીધા હતા.
2. જૉ રૂટ
આ યાદીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જો રૂટ એવા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે જે લગ્ન કર્યા વિના પિતા બન્યા હતા. જો રૂટ તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલને 2014થી ડેટ કરી રહ્યો હતો. બંનેએ વર્લ્ડ કપ T20 પહેલાં માર્ચ 2016માં સગાઈ કરી હતી, જો રૂટ લગ્ન વિના પિતા બન્યા હતા. જો રૂટના પુત્ર આલ્ફ્રેડનો (Alfred)જન્મ 7 જાન્યુઆરી 2017ના રોજ થયો હતો. આ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.
3. ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર (David Warner) લગ્ન વગર પિતા બની ગયો છે. 2014 માં, ડેવિડ વોર્નરની (David Warner) ગર્લફ્રેન્ડ કેન્ડિસે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો. ડેવિડ વોર્નરે (David Warner)2015માં કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા. વોર્નરને ત્રણ પુત્રીઓ છે, ઈવી, ઈન્ડી અને ઈસ્લા છે.
4. ઈમરાન ખાન
પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાન પણ લગ્ન વિના પિતા બની ગયા હતા. ઈમરાનના સંબંધો સીતા વ્હાઈટ સાથે હતા. સીતા અને ઈમરાન વચ્ચેનો સંબંધ 1987-88માં શરૂ થયો હતો અને બંને 1991માં નજીક આવ્યા હતા.1992માં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો, જે ઈમરાનનું બાળક હતું, પરંતુ શરૂઆતમાં ઈમરાને તેનો ઈન્કાર કર્યો હતો, બાદમાં ડીએનએ ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે આ બાળક ઈમરાન ખાનનું હતું.
5. ડ્વેન બ્રાવો
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવો (Dwayne Bravo) પણ લગ્ન પહેલાં પિતા બની ગયો છે. ડ્વેન બ્રાવોને (Dwayne Bravo) તેની બે ગર્લફ્રેન્ડ ખેતા ગોન્જાલ્વિસ અને રેજિના રામજીતથી ત્રણ બાળકો છે.
6. વિવિયન રિચાર્ડ્સ
1980માં ભારતની મુલાકાતે આવેલા વિવિયન રિચર્ડ્સ પ્રખ્યાત ભારતીય અભિનેત્રી નીના ગુપ્તાને મળ્યા હતા. તેમનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા. 1989માં નીનાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ મસાબા છે. વિવિયન રિચર્ડ્સે મેરી સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.
7.ક્રિસ ગેલ
દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે, જે લગ્ન કર્યા વગર પિતા બની ગયો હતો. 2017માં જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે ક્રિસ ગેલના નામ સાથે અન્ય ઘણા વિવાદો જોડાયેલા છે.
8. એન્ડ્રુ સાયમન્ડ્સ
વર્ષ 2022માં દુનિયાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds) પણ લગ્ન પહેલાં પિતા બની ગયા છે. સાયમન્ડ્સ (Andrew Symonds) અને તેની પત્ની લૌરાએ (Laura) 2014માં લગ્ન કર્યા હતા. પુત્રના જન્મના એક વર્ષ બાદ બંનેના લગ્ન થયા. તેમની પત્ની લૌરા ઉપરાંત તેમના બે બાળકો ક્લોઈ અને બિલી છે.