નવી દિલ્હીઃ યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આઈસીસી વિશ્વકપ-2019ના ફાઇનલમાં પહોંચી ગયા છે. આ ફાઇનલ 14 જુલાઈએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર રમાશે અને આ દિવસે ક્રિકેટની દુનિયાને એક નવો વિશ્વ ચેમ્પિયન મળશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી એકપણ વખત વિશ્વકપ જીતી શકી નથી. ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા ત્રણ વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે અને દર વખતે રનર્સ-અપ રહીને સંતોષ વ્યક્ત કરવો પડ્યો છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 2015ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઉપ વિજેતા રહી હતી, પરંતુ હવે બંન્ને ટીમ પાસે પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાની તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વિશ્વ ક્રિકેટરમાં 23 વર્ષ બાદ એવુ બનશે કે જ્યારે વિશ્વ કપ કોઈ એવી ટીમ નહીં જીતે જે પહેલા જીતી ચુકી છે. 1996મા શ્રીલંકાએ પ્રથમ વખત વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. ત્યારથી લઈને 2015 સુધી કોઈ નવું વિશ્વ વિજેતા બન્યું નથી અને તે ટીમ જીતી જે પહેલા જીતી ચુકી હતી. પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પરિવર્તન આવશે અને 23 વર્ષ બાદ નવી વિશ્વ વિજેતા ટીમ મળશે. 


1975થી 1992 સુધી આ ટીમ જીતી
1975મા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચેમ્પિયન બની હતી. વેસ્ટ ઈન્ડિઝે 1979મા પણ ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ 1983મા ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. તો 1987મા ઓસ્ટ્રેલિયા અને 1992મા પાકિસ્તાને ટ્રોફી પોતાના નામે કરી હતી. 

સેમિફાઇનલમાં હારથી નિરાશ રોહિત શર્માએ કહ્યું- મારૂ મન ભારે છે, તમારૂ પણ હશે

1996થી 2007 સુધી
1996મા શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાનું બીજીવખત ચેમ્પિયન બનવાનું સપનું તોડી દીધું હતું, પરંતુ 1999મા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પરાજય આપી બીજીવખત ટ્રોફી કબજે કરી હતી જેણે 2003મા ભારત અને 2007મા શ્રીલંકાને હરાવી પોતાની પાસે રાખી હતી. 


ભારતના નામે રહ્યો
2011મા બે એવી ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જે વિશ્વ વિજેતા બની ચુકી હતી. અહીં એમએસ ધોનીની આગેવાનીમાં ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. 


ફરી ઓસ્ટ્રેલિયા
2015મા ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી ફરી ટ્રોફી પોતાના કબજામાં કરી હતી.