નવી દિલ્હીઃ આજે વિશ્વભરમાં દિવાળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરે ભારત જ નહીં વિદેશથી પણ ઘણા ક્રિકેટરોએ દિવાળીની શુભકામના મોકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં ભારત બાદ સૌથી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં પાકિસ્તાની ખેલાડીઓ સામેલ છે. 


આવો એક નજર કરીએ મોહમ્મદ કેફના આ સંદેશની સાથે કોણે કઈ રીતે આપી દિવાળીની શુભેચ્છા. 



પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે દિવાળીની શુભેચ્છા આપી છે. 



આકાશ ચોપડાએ પણ દેશવાસિઓને ટ્વીટ કરીને દિવાળીની શુભકામના આપી છે. 



યૂસુફ પઠાણે પણ પોતાનો ફોટો શેર કરતા તમામને દિવાળીની શુભેચ્છા આપી છે. 



પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પણ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. 



ઈંગ્લેન્ડના ક્રિકેટર અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોસ બટલરે પણ તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. 



ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ દીવાની તસ્વીર શેર કરતા દિવાળીની શુભેચ્છા આપી હતી. 



પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ વકાર યૂનુસે પણ તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 



પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ દિવાળીના પાવન પર્વ પર ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. 



શોએબ મલિકે પણ તમામ ચાહકોને દિવાળીની શુભેચ્છા આપી છે.