વિશ્વકપ જીત્યા બાદ પેરિસમાં છ મેટ્રો સ્ટેશનના નામ ખેલાડીઓના નામ પર રાખવામાં આવ્યા
મહત્વનું છે કે, ફીફા વર્લ્ડ કપના ફાઇનલમાં ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી હરાવીને બીજીવખત વિશ્વ કપ જીત્યો હતો.
પેરિસઃ છ મેટ્રો સ્ટેશનોના નામ ફ્રાન્સની વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓના સન્માનમાં બદલવામાં આવ્યા છે. સ્ટેશન વિક્ટર હુજોનું નામ ટીમના કેપ્ટન અને ગોલકીપરના નામ પર 'વિક્ટર હુજો લોરિસ' રાખવામાં આવ્યું છે.
બર્સી મેટ્રો સ્ટેશનનું નામ 'બસી લેસ બ્લૂઝ' રાખવામાં આવ્યું છે. એવરોન સ્ટેશનનું નામ 'નાઉસ એવરોન ગાગને' રાખવામાં આવ્યું છે. આ એક ફ્રેન્ચ નાટક છે જેનો અર્થ છે અમે જીતી ગયા.
ચાર્લ્સ ડે ગાઉલે એતોઇલેના નામ 'આન અ ટૂ એતોઇલે' રાખવામાં આવ્યું છે, જેનો અર્થ છે અમારી પાસે બે સિતારા છે. અહીં ઉલ્લેખ 1998ના વિશ્વકપની જીત અને ગત રાત્રે ફ્રાન્સને મળેલી જીતનો થઈ રહ્યો છે.
નાત્રે દેમ દસશાંના નામ કોચના નામ પર 'નોત્રે દિદયેર દેસશાં' રાખવામાં આવ્યું છે. ખેલાડી અને કોચ તરીકે વિશ્વકપ જીતના તે ફ્રેંઝ બૈકનબાઉર અને મારિયો જગાલો બાદ વિશ્વના ત્રીજા ફુટબોલર છે.
તમને જણાવી દઈએ કે, ફ્રાન્સે ફીફા વર્લ્ડ કપના રોમાંચક ફાઇનલમાં દમદાર ક્રોએશિયાને 4-2થી હરાવીને બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનું ગૌરવ હાસિલ કર્યું છે. ફ્રાન્સ 20 વર્ષ બાદ ફુટબોલનું વિશ્વ વિજેતા બનવામાં સફળ રહ્યું છે.
ફ્રાન્સે બીજીવાર 2006માં વર્લ્ડકપની ફાઇનલ રમી હતી, જ્યાં ઈટલી સામે પરાજય થયો હતો પરંતુ ત્રીજાવાર ફ્રાન્સ ટાઇટલ જીતવામાં સફળ રહ્યું. આ પહેલા તેણે 1998માં પોતાના ઘરમાં વિશ્વકપ જીત્યો હતો.