VIDEO: મેચમાં `રોકસ્ટાર` દાદીમા ચારુલતા પટેલ બન્યાં આકર્ષણ, વિરાટ-રોહિત પણ આવ્યાં મળવા
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં.
નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં. 87 વર્ષના ચારુલતા પટેલ તિરંગો લહેરાવતા અને સીટી વગાડતા જોવા મળ્યાં હતાં. તેમનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ગેલમાં આવી ગયાં હતાં અને તેમણે આ દાદીમાને બીરદાવ્યા હતાં.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ આ મુલાકાતનો વીડિયો જારી કર્યો જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ચારુલતા પટેલ સાથે વાત કરી રહ્યાં હતાં. જો કે વીડિયોમાં તેઓ શું વાત કરે છે તે તો જાણવા ન મળ્યું પરંતુ તેમને ગળે મળતા અને આશીર્વાદ લેતા જોવા મળ્યાં.
આ બાજુ ટ્વીટર ઉપર પણ આ જબરદસ્ત ફેનને લઈને લોકો ખુબ ઉત્સાહિત જોવા મળ્યાં. એક યૂઝરે દાદીમાના વખાણ કરતા લખ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમે આગામી વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો આ જ રીતે જુસ્સો વધારો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે.
આ દાદીમાનો જુસ્સો ખરેખર જોવા લાયક હતો. ભારતીય બેટ્સમેન જ્યારે ચોગ્ગા છગ્ગા મારતા હતાં ત્યારે તેઓ ટીમનો ખુબ જુસ્સો વધારતા જોવા મળ્યા હતાં. આઈસીસીએ વીડિયો બહાર પાડીને લખ્યું કે તમને આ પેશન જોઈને જરૂર સારું લાગશે. જેના પર એક યૂઝરે જવાબ આપ્યો કે આ મુમેન્ટ ઓફ ધ ડે છે. 87 વર્ષના દાદી રોકસ્ટાર છે.