નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019મા એક ટીમનો એવો હાલ થયો કે તેણે એક પણ પોઈન્ટ મેળવ્યો નથી. વિશ્વ કપની 12મી અને પોતાની બીજી સિઝન રમનારી અફઘાનિસ્તાને 9 લીગ મેચ રમી અને તમામમાં તેનો પરાજય થયો. આ રીતે વિશ્વ કપ 2019ના પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અંતિમ સ્થાનથી ક્યારેય ઉપર ન આવી કારણ તે ન તો અફઘાનિસ્તાન કોઈ મેચ જીત્યું ન તો તેની કોઈ મેચ રદ્દ થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનની હારના ઘણા કારણ હોઈ શકે છે પરંતુ અફઘાનિસ્તાને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ મેચ હારવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિશ્વ કપ પહેલા અફઘાનિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવેલ ગુલબદીન નાઈબની આગેવાનીમાં અફઘાની ટીમ એટલું ખરાબ પ્રદર્શન કર્યું કે, ટીમ સતત નવ મેચ હારી ગઈ છે. આ પહેલા એક વિશ્વકપમાં કોઈ ટીમ સતત આટલી મેચ હારી નથી. 

ક્રિસ ગેલની નિવૃતી પહેલા વેસ્ટ ઈન્ડિઝનો આ બેટ્સમેન થયો દુખી 


અફઘાનિસ્તાન પહેલા શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને કેન્યા જેવી ઘણી ટીમ વિશ્વ કપની એક સિઝનમાં 6-6 મેચ હારી છે. પરંતુ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું કે, એક ટીમ સતત 9 મેચ હારી છે. મહત્વનું છે કે, અફઘાનિસ્તાને વિશ્વ કપના ઈતિહાસમાં અત્યાર સુધી 15 મેચ રમી છે, જેમાંથી તેણે એક મેચ માત્ર 2015ના વિશ્વ કપમાં જીત્યું હતું. 


અફઘાનિસ્તાને વર્ષ 2015ના વિશ્વ કપમાં પોતાની ત્રીજી મેચ જીતી હતી. મોહમ્મદ નબીની આગેવાનીમાં નબીની આગેવાનીમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને એક વિકેટથી પરાજય આપ્યો હતો. વિશ્વ કપની ત્રીજી મેચ જીત્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 12 મેચ રમી છે અને તેણે 12 મેચોમાં અફઘાની ટીમ તમામ મેચ હારી છે. આ વર્ષે તો વધુ ખરાબ પ્રદર્શન રહ્યું છે. 


એક વિશ્વ કપમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ 


અફઘાનિસ્તાન 9 મેચ વર્ષ 2019


શ્રીલંકા 6 મેચ વર્ષ 987


ઝિમ્બાબ્વે 6 મેચ વર્ષ 1987


નામીબિયા 6 મેચ વર્ષ 2011 


કેન્યા 6 મેચ વર્ષ 2011


વિશ્વ કપમાં સતત મેચ હારનારી ટીમ


સતત 18 હાર ઝિમ્બાબ્વે (1983થી 1992 વિશ્વ કપ)


સતત 14 હાર સ્કોટલેન્ડ (1999થી 2015 વિશ્વકપ)


સતત 12 હાર અફઘાનિસ્તાન (2015 થી 2019 વિશ્વ કપ)