એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના રંગમાં રંગાયા વોર્નર અને સ્મિથ, શરૂ કરી World Cup 2019ની તૈયારી
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષના પ્રતિબંધ બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વિશ્વ કપની તૈયારી કરવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાઈ ગયા છે.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ખતરનાક જોડીઓમાંથી એક સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. એક વર્ષ કરતા વધુ સમય બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષનો પ્રતિબંદ પૂર્ણ કર્યા બાદ વિશ્વ કપની ટીમમાં બંન્નેની વાપસી થઈ છે. 13 મહિના કરતા વધુ સમય બાદ પ્રથમ વખત સ્મિથ-વોર્નર ઓસ્ટ્રેલિયાની ટીમના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમે બ્રિસબેનમાં વિશ્વ કપની તૈયારી માટે અભ્યાસ સત્રનો પ્રારંભ કર્યો. જસ્ટિન લેંગરની કોચિંગવાળી કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ જોઇન કરી છે. બે દિવસના આરામ બાદ સ્મિથ અભ્યાસ સત્રમાં કવર ડ્રાઇવ મારતો જોવા મળ્યો, જે પૂરી આઈપીએલ સિઝનમાં ન જોવા મળી. ડેવિડ વોર્નર પણ બે દિવસ મેદાનથી દૂર રહ્યો હતો. પરંતુ રવિવારે વોર્નરે પણ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર