World Cup 2019: વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુકાબલામાં ધોની પર રહેશે નજર
આઈસીસી વિશ્વકપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ બાદ એમએસ ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજના લોગોને લઈને ખુબ મોટો વિવાદ થયો હતો.
લંડનઃ ભારતે સાઉથેમ્પ્ટનમાં જ્યારે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું તો તમામનું ધ્યાન લંડનના ઓવલ સ્ટેડિયમની પિચ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારા મુકાબલામાં શું કરશે, પરંતુ મેચ પૂરી થયા બાદ ધોનીને લઈને જે વિવાદ થયો ત્યારબાદ તમામની નજર પૂર્વ ભારતીય કેપ્ટન પર ટકેલી છે. ભારતે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઉતરવાનું છે.
ઓવલમાં રવિવારે વરસાદને સંભાવના નથી, પરંતુ પિચમાં ભેજ અને વાદળ છવાયેલા રહેવાને કારણે એકવાર ફરી ઓવલમાં શરૂઆતમાં ફાસ્ટ બોલરોનો જલવો જોવા મળી શકે છે. આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયન ટીમે અફગાનિસ્તાનને હરાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને પણ પરાજય આપીને સતત બીજો વિજય મેળવ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 11 વનડેમાં વિજય મેળવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સતત બે જીત બાદ ઓવલમાં ભારત વિરુદ્ધ રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ મોટો પડકાર આપશે.
ઓસ્ટ્રેલિયા સાથે છે સંબંધઃ પાછલા વર્ષે ધોનીને જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 ટીમમાં ન તક આપવામાં આવી તો લોકોને લાગ્યું કે આ પૂર્વ ભારતીય કેપ્ટનનો સમય હવે પૂરો થઈ ગયો છે અને ઘણા લોકોએ તેના 2019ના વિશ્વકપમાં ન રમવાની ભવિષ્યવાણી કરી દીધી હતી, પરંતુ પસંદગીકારોએ તેને આ વર્ષે 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થયેલી વનડે ટીમમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ધોની વિશ્વકપની પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી ચુક્યો છે અને તેનો છેલ્લો વિશ્વ કપ છે. તેવામાં તે પોતાના બેટથી કઠોર જવાબ આપીને મહાકુંભમાંથી વિદાઇ ઈચ્છશે. તે વિશ્વકપમાં ભારતીય યોજનાનો મહત્વનો ભાગ છે.
World Cup AUSvsIND: કાંગારૂ ટીમના આ છ ખેલાડીઓથી ભારતે રહેવું પડશે સાવધાન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ ટેસ્ટમાંથી લીધો હતો સંન્યાસઃ ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટન ધોનીએ ઓસ્ટ્રેલિયામાં જ 2014માં ટેસ્ટમાંથી નિવૃતી લીધી હતી. પાછલા વર્ષે આ ટીમ વિરુદ્ધ ટી20 ટીમમાં તેને સામેલ ન કરવા પર સવાલ ઊભા થયા હતા. પરંતુ પસંદગીકારોએ કહ્યું હતું કે, ધોનીએ પોતે ટી20માં સામેલ ન થયો હતો કારણ કે તે આગામી ટી20 વિશ્વકપની યોજનાનો ભાગ નથી, તેવામાં તે ઈચ્છતો હતો કે ઓસ્ટ્રેલિયામાં ટી-20 ટીમમાં નવા વિકેટકીપરને તક મળે. બીસીસીઆઈના એક મુખ્ય અધિકારીએ કહ્યું કે, તે નક્કી છે કે ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાનારા ટી20 વિશ્વકપમાં ધોની રમશે નહીં.