બ્રિસ્ટલઃ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિશ્વકપમાં શનિવારે અફગાનિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. આ મેચમાં તમામની નજર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર હશે. આ મેચ બ્રિસ્ટલમાં ભારતીય સમયાનુસાર સાંજે 6 કલાકે શરૂ થશે. જેનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. વિશ્વકપમાં અત્યાર સુધી બંન્ને ટીમો એક-બીજા સામે ટકરાઇ છે, જેમાં કાંગારૂઓએ બાજી મારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો પર બોલ ટેમ્પરિંગ મામલામાં એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદથી બંન્ને શાનદાર ફોર્મમાં છે. વિશ્વ કપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વોર્નરે સર્વાધિક 692 રન બનાવ્યા, જ્યારે સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી હતી. 


ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે છેલ્લું વર્ષ પઢાવ-ઉતારથી ભરેલું રહ્યું, પરંતુ એરોન ફિન્ચની આગેવાનીમાં ટીમ યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરી છે, આ વખતે પણ તે પ્રબળ દાવેદારોમાંથી એક છે. 


પાંચ મેચોની વનડે સિરીઝમાં ભારતને 3-2થી પરાજય આપનારી ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથ અને વોર્નરનું ખુલ્લા દિલે સ્વાગત કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડના પ્રશંસકોની હુટિંગનો સામનો કરવો પડી શકે છે. પૂર્વ કેપ્ટન સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન છેતરનાર જેવા ટોણા સાંભળવા પડ્યા હતા. 


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને આ જોડી પાસેથી સારા પ્રદર્શનની આશા છે, પરંતુ તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડમાં બંન્નેએ સહનશીલતાથી કામ લેવું પડશે. 


બ્રેટલીએ કહ્યું, તેણે કંઇ સાબિત કરવાનું નથી. તે બંન્ને ઓસ્ટ્રેલિયા માટે ફરી રમીને ખુબ ખુશ છે. ઓસ્ટ્રેલિયન ટીમે દિલ ખોલીને તેનું સ્વાગત કર્યું છે, ઈંગ્લેન્ડમાં તેણે વિરોધનો સામનો કરવો પડશે અને તે માટે શાંતિથી કામ લેવું પડશે. 


ઓસ્ટ્રેલિયાની પાસે પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક જેવો ફાસ્ટ બોલર છે, જેનો સાથ આપવા માટે જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ અને કેન રિચર્ડસન હશે. સ્પિનર એડમ ઝમ્બા અને નાથન લિયોન બોલિંગમાં વિવિધતા આપે છે. જેણે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. 


બીજીતરફ અફગાનિસ્તાનનો આ બીજો વિશ્વ કપ છે. સહાયક દેશથી પૂર્ણકાલિન ક્રિકેટ દેશનો દરજ્જો મેળવવાની અફગાનિસ્તાનની કહાની પરીકથા જેવી છે. વિશ્વકપના બે મહિના પહેલા અફગાનિસ્તાન ટીમનો કેપ્ટન બદલવામાં આવ્યો. અસગર અફગાનની જગ્યાએ ગુલબદિન નાઇબને કેપ્ટન બનાવવામાં આવ્યો, જેનાથી સીનિયર ખેલાડીઓ નારાજ થયા હતા. પરંતુ હવે ટીમનું સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર છે. 


અફગાનિસ્તાનની તાકાત તેની બોલિંગ છે. આ ટીમ 250-280નો સ્કોર બચાવવાની ક્ષમતા ધરાવે છે. રાશિદ ખાન તેના આક્રમણની કમાન સંભાળે છે, જેણે પોતાની ફાસ્ટ સ્પિનથી વિશ્વભરના બેટ્સમેનોને પરેશાન કર્યાં છે. રાશિદનો સામનો કોઈપણ બેટ્સમેન માટે આશાન નથી. 


આ સિવાય મુઝીબ ઉર રહમાન, નબી બે એવા સ્પિનર છે, જે પોતાની ફિરકીમાં દિગ્ગજ બેટ્સમેનોને ફસાવવાનો દમ રાખે છે. ફાસ્ટ બોલિંગમાં અફગાનિસ્તાનની પાસે કેપ્ટન ગુલબદિન નાઇબ, દૌલત જારદાન, હામિદ હસન, અફતાબ આલમ છે. આ બધા ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં સારૂ કરવાની ક્ષમતા ધરાવે છે.