સાઉથેમ્પ્ટનઃ ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થવા છતાં ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ 89 રન ફટકાર્યા જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી પ્રેક્ટિસ મેચમાં સોમવારે અહીં શ્રીલંકાને 31 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવીને વિશ્વકપ માટે પોતાની તૈયારીનો શાનદાર નમૂનો રજૂ કર્યો હતો. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 12 રનથી હરાવનાર ઓસ્ટ્રેલિયાની સામે 240 રનનો લક્ષ્ય હતો. તેણે ખ્વાજાની 105 બોલ પર 89 રનની ઈનિંગ તથા ટોપ ક્રમના અન્ય બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી 44.5 ઓવરમાં 5 વિકેટ પર 241 રન બનાવીને જીત હાસિલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ પર 239 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લાહિરૂ થિરિમાનેએ સર્વાધિક 56 રન બનાવ્યા જ્યારે ધનંજય ડિસિલ્વાએ 43 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 8 બોલરનો ઉપયોગ કર્યો જેમાં લેગ સ્પિનર એડમ ઝમ્પા સૌથી વધુ સફળ રહ્યો હતો. તેણે 39 રન પર બે વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ અપેક્ષાકૃત નાના લક્ષ્યની સામે સહજ શરૂઆત કરી હતી. 


કેપ્ટન ફિન્ચ (11) જલ્દી આઉટ થઈ ગયો પરંતુ ખ્વાજાએ એક છેડો સંભાળી રાખ્યો હતો. ફીલ્ડિંગ કરતા સમયે ડેના ડાબા ઘુંટણમાં ઈજા થઈ હતી પરંતુ બેટિંગ દરમિયાન તેના પર કોઈ ખાસ અસર ન પડી જે ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર છે. 


WC 2019: બાંગ્લાદેશ વિરુદ્ધ અભ્યાસ મેચમાં તૈયારીઓને આખરી ઓપ આપવા ઉતરશે ટીમ ઈન્ડિયા 

ખ્વાજાએ શોન માર્શ (34)ની સાથે બીજી વિકેટ માટે 80 અને ગ્લેન મેક્સવેલ (36)ની સાથે ત્રીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. માર્કસ સ્ટોઇનિસે 32 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાનો અભ્યાસ મેચોમાં આ બીજો પરાજય છે. તેણે પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વ કપમાં શ્રીલંકાની પ્રથમ મેચ 1 જૂને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાર્ડિફમાં રમાશે. ઓસ્ટ્રેલિયા તે દિવસે બ્રિસ્ટલમાં અફગાનિસ્તાનનો સામનો કરશે.