બ્રિસ્ટલઃ ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ગેલ એન્ડ કંપનીને ચેતવણી આપતા કહ્યું કે, વિશ્વકપની બીજી મેચમાં બાઉન્સરનો સામનો કરવા તૈયાર રહે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝને તેની ભાષામાં જવાબ આપવા તૈયાર છે. તેણે અફગાનિસ્તાન પર શનિવારે સાત વિકેટે મળેલા વિજય બાદ કહ્યું, 'અમે વેસ્ટ ઈન્ડિઝ સામે બાઉન્ડર કરીશું બાકી તે ફ્રંટફુટ પર રમીને દબાવ બનાવી દેશે. અમારે ઓવરમાં બે બાઉન્સર કરવા પડશે. મેદાન એટલા નાના છે અને વિકેટ સપાટ છે તો દરેક દાવ અજમાવવા પડશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની પાસે કૂલ્ટરન નાઇલ, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સના રૂપમાં શાનદાર ફાસ્ટ બોલર છે. કૂલ્ટર નાઇલે કહ્યું, અમારે ગેલની વિરુદ્ધ આક્રમક ફાસ્ટ બોલિંગ કરવી પડશે. તે ફોર્મમાં છે પરંતુ ઉંમર વધી રહી છે. મને નથી લાગતું કે તે હાલમાં સ્ટાર્ક અને કમિન્સને વધુ રમ્યો છે. તે ખુબ ફાસ્ટ બોલ ફેંકી રહ્યાં છે અને જોઈએ કે તે કઈ રીતે સામનો કરે છે. 


શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 218 બોલ બાકી રહેતા સાત વિકેટથી કારમો પરાજય આપીને વિશ્વ કપ 2019માં પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે શોર્ટ પિચ બોલથી કહેર વરસાવ્યો અને તેની પૂરી ટીમને માત્ર 21.4 ઓવરમાં 105 રન પર ઢેર કરી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે 13.4 ઓવરમાં ત્રણ વિકેટ પર 108 રન બનાવીને આસાન જીત મેળવી હતી. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર