નવી દિલ્હી: આજથી 9 દિવસ બાદ આઇસીસીસી વર્લ્ડ કપના મુકાબલે શરૂ થવા જઇ રહ્યા છે અને ત્રણ દિવસ બાદથી અભ્યાસ મેચ શરૂ થઇ જશે. બધા ભાગીદાર દેશોને પોતાની અંતિમ 15 સભ્યોવાળી ટીમ 23 મે સુધી જાહેર કરવાની છે. તો બીજી તરફ દુનિયાભરમાં ખિતાબના વિજેતા વિશે અટકળો ચાલી રહી છે. બધા દિગ્ગજોને પૂછવામાં આવી રહ્યું છે કે તેમના અનુસાર આ વખતે ખિતાબ કોના નામે હશે. આ અંગે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગ્જ બેટ્સમેન બ્રાયન લારાએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું મુશ્કેલીભર્યું
લારાએ દુનિયાની સૌથી પ્રબળ દાવેદાર ટીમો અને વેસ્ટઇન્ડીઝના વર્લ્ડ કપ જીતવાની સંભાવનાઓ વિશે ક્રિકબજને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરી. જ્યારે લારાને પૂછવામાં આવ્યું છે કે શું આ વાતથી તેમને તકલીફ થાય છે કે તે વર્લ્ડ કપ વિજેતાનો ભાગ બની ન શક્યા. આ અંગે લારાએ કહ્યું કે જ્યારેપણ વર્લ્ડ કપ આવે છે તો તેમને આ વાતનું દુખ થાય છે. તેમના જમાનામાં વિંડીઝની ટીમ મજબૂત ન હતી. જોકે તેમની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જરૂર હતી. દુર્ભાગ્યથી લારા વેસ્ટઇંડીઝના સ્વર્ણિમ યુગનો ભાગ ન હતા જ્યારે ટીમે બે વખત વર્લ્ડ કપ જીત્યો અને એકવાર ફાઇનલમાં પણ સ્થાન બનાવી લીધું હતું.  
 
શું ટીમ ઇન્ડીયા જીતી શકશે આ વખતે ખિતાબ
લારાએ ટીમ ઇન્ડીયા વિશે કહ્યું કે કોઇને પણ આશ્વર્ય નહી થાય જો ટીમ ઇન્ડીયા ખિતાબ જીતી જાય. તે વિભિન્ન સ્થિતિઓમાં સારું રમી રહી છે. તેમનું ખિતાબ જીતવું ઉલટફેર નહી હોય. ચોક્કસ ટીમ ઇન્ડીયા મજબૂત ટીમ છે. લારાએ ખિતાબ જીતનાર ટીમ માટે નિયમિતતા સૌથી ખાસ ગુણ ગણાવ્યો. તેમણે કહ્યું કે ખિતાબ જીતવા માટે દરેક ટીમને એક પછી એક મેચ જીતવી પડશે. કોઇપણ ટીમ ટેમ્પો ખોઇ નહી શકે. ટીમને સંતુલિત થવું પડશે. 


શું સંભાવનાઓ છે વેસ્ટઇંડીઝની
વેસ્ટઇંડીઝની ટીમ જીતી શકે છે એમ પૂછવામાં આવતાં લારાએ કહ્યું કે ''મને આશા છે કે ટીમ પાસે સારા ક્રિકેટર્સ છે. તેમણે ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેને મેચને 50 ઓવર સુધી ખેંચવી પડશે. અમારા ખેલાડી સારા ફોર્મમાં છે. તેમણે શાંત રહીને નિયમિતતા પર ફોકસ કરવું પડશે. સેમીફાઇનલમાં પહોંચવું તેમનો ટાર્ગેટ હોવો જોઇએ ત્યારબાદ નવી શરૂઆત કરવી જોઇએ. લારાએ એ વાત પણ ભાર મૂક્યો કે ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે તાલમેલ બેસાડવો પડશે. તે લાંબા સમયથી એકસાથે રહ્યા નથી.


શું કહ્યું લારા ઇગ્લેંડ, ઓસ્ટ્રેલિયા વિશે
લારાએ ઇગ્લેંડ વિશે કહ્યું કે તે પણ ખિતાબની દાવેદાર છે. આ વખતે પોતાનો પહેલો ખિતાબ જીતાડવા માટે જરૂર પ્રયત્ન કરશે. લારાએ ઓસ્ટ્રેલિયા વિશે કહ્યું કે વોર્નર સ્મિથની વાપસી ટીમને મજબૂતી પુરી પાડશે. તેમણે અખ્યું કે અમારા સમયમાં ઓસ્ટ્રેલિયા ખૂબ મજબૂત ટીમ હતી. આ વખતે તેમની મજબૂતી નથી. પરંતુ એ ભૂલવું ન જોઇએ કે ડિફેંડિંગ ચેમ્પિયન્સ છે. તે વખતે પુરૂ જોઇ લગાવશે.