World Cup 2019: ઈતિહાસનું થયું પુનરાવર્તન શું પાકિસ્તાન જીતશે આ વિશ્વકપ!
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજે રમાનારી આઈસીસી વિશ્વ કપની 12મી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે.
લંડનઃ આઈસીસી વિશ્વકપની પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની 12મી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચ એકપણ બોલ ફેંકાયા વિના ભારે વરસાદને કારણે રદ કરવી પડી હતી. ત્યારબાદ બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
1992 વિશ્વકપમાં કંઇક આવું થયું હતું પાકની સાથે
હવે જરા યાદ કરીએ વર્ષ 1992નો વિશ્વકપ જ્યાં પાકિસ્તાનની શરૂઆત કંઇક આવી થઈ હતી. તે વર્ષે આ વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં આયોજીત કરવામાં આવી હતી અને પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ઇમરાન ખાનની આગેવાનીમાં પ્રથમ વખત વનડે વિશ્વ કપ જીત્યો હતો. આ વિશ્વકપમાં પાકિસ્તાનની સફર કંઇક આવી રહી હતી. પાકિસ્તાને પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિજ વિરુદ્ધ રમી હતી અને પ્રથમ મેચમાં કેરેબિયન ટીમે તેને 10 વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 53 રનથી હરાવ્યું હતું.
1992 વિશ્વકપની ત્રીજી મેચમાં પાકિસ્તાનનો સામનો ઈંગ્લેન્ડ સામે એડિલેડ ઓવલમાં થવાનો હતો, પરંતુ આ મેચમાં કોઈ પરિણામ ન આવ્યું. પરંતુ આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને આ ટીમ 400.2 ઓવરમાં માત્ર 74 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજીતરફ ઈંગ્લેન્ડે 8 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 24 રન બનાવી લીધા અને ત્યારબાદ વરસાદ આવતા આગળની રમત શક્ય ન હતી. બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. એટલે કે શરૂઆતી ત્રણ મેચમાં તેવું થવું જે આ વિશ્વકપમાં પાકિસ્તાની ટીમ સાથે થયું છે.
1992માં પાકિસ્તાની ટીમ ગમે તેમ અંતિમ ચારમાં પહોંચી અને ટીમે સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 22 રનથી પરાજય આપીને પ્રથમ વખત વિશ્વકપ કબજે કર્યો હતો. અહીં વધુ એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે તે વિશ્વકપ રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર રમાયો હતો અને 27 વર્ષ બાદ 12મો વિશ્વ કપ પણ આ ફોર્મેટમાં રમાઇ રહ્યો છે.
બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ
આ વિશ્વ કપમાં પ્રથમ ત્રણ મેચોમાં પાકિસ્તાનની સ્થિતિ
હવે જરા વાત આ વિશ્વકપની કરી લઈએ જ્યાં પાક ટીમે પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ગુમાવી હતી. બીજી મેચમાં પાકિસ્તાને યજમાન ઈંગ્લેન્ડને 14 રનથી પરાજય આપ્યો હતો. ત્રીજી મેચમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે આ મેચમાં ટોસ પણ ન થયો અને પરિણામ ન આવ્યું. નજર કરવાની વાત છે કે અહીં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે તો શું પાકિસ્તાનની ટીમ કંઇક તેવો કમાલ કરવા જઈ રહી છે.
આમ તો પાકિસ્તાનની ટીમને નબળી આંકી શકાય નહીં. કારણ કે 2017માં તેણે ઈંગ્લેન્ડની ધરતી પર ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી હતી.