નોટિંઘમઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વકપની 10મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ એક ઓવરમાં બે વાર આઉટ થયો. અમ્પાયરે તેને બંન્ને વખત આઉટ આપ્યો, પરંતુ રિવ્યૂએ તેને જીવનદાન આપ્યું હતું. જો ક્રિસ ગેલે રિવ્યૂ ન લીધું હોત તો તે આઉટ થઈ જાત. આ મેચમાં ગેલે ત્રણ રિવ્યૂ લીધા અને તે બે વખત બચી ગયો, પરંતુ ત્રીજીવાર આઉટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઓવરમાં બે વાર આઉટ થયો ક્રિસ ગેલ
પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 288 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝની સામે 289 રનનો લક્ષ્ય રાખ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા કેરેબિયન ઓપનર એવિન લુઈસ ઝડપથી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ટીમને બીજા ઓપનર ક્રિસ ગેલ પણ જલ્દી આઉટ થઈ જાત પરંતુ રિવ્યૂએ તેને જીવનદાન આપ્યું હતું. બીજી ઈનિંગની ત્રીજી ઓવરમાં મિશેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલ પર સ્ટાર્કનો બોલ સ્ટમ્પને લાગીને વિકેટકીપરના હાથમાં પહોંચી ગયો. અમ્પાયરને લાગ્યું કે, બોલ બેટને અડીને ગયો છે તો તેણે ગેલને આઉટ આપ્યો. ગેલે રિવ્યૂ લીધું. ત્યારબાદ તેને જીવનદાન મળ્યું. 


ત્યારબાદ ત્રીજી ઓવરના છઠ્ઠા બોલ પર મિશેલ સ્ટાર્કે યોર્કર ફેંક્યો અને આ બોલ ગેલના પગમાં લાગીને લેગ સ્ટમ્પ બહાર જઈ રહ્યો હતો, પરંતુ અમ્પાયરે તેને LBW આઉટ આપ્યો. ગેલે ફરી રિવ્યૂ લીધું અને તેમાં બોલ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, અને તેને નોટઆઉટ આપવામાં આવ્યો. બંન્ને વખત મેદાની અમ્પાયરે ગેલને આઉટ આપી દીધો હતો. 


આ રીતે આઉટ થયો ગેલ
એકવાર ફરી મેચમાં પાંચમી ઓવરના પાંચમાં બોલ પર સ્ટાર્કનો બોલ ક્રિસ ગેલના પેડ પર ટકરાયો. ફરી સામે અમ્પાયર ક્રિસ ગૈફની હતા. ગૈફનીએ ફરી ગેને આઉટ આપ્યો. આ વખતે ગેલે સાથી ખેલાડી પૂરન સાથે ચર્ચા કરીને રિવ્યૂ લીધું. આ વખતે અમ્પાયર્સ કોલને કારણે ગેલને આઉટ આપવામાં આવ્યો. એટલે કે ગેલે ત્રીજુ રિવ્યૂ લીધું પરંતુ તે આઉટ થયો. તેણે આ મેચમાં 21 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે વિશ્વકપમાં 1000 રન પણ પૂરા કર્યાં હતા.