લંડનઃ વિશ્વ કપ 2019ની સૌથી મજબૂત દાવેદાર ટીમને પોતાના પ્રથમ અભ્યાસ મેચ પહેલા એક ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન ઇયોન મોર્ગનને શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે. તેનાથી નક્કી થઈ ગયું કે, તે હવે શનિવારે સાઉથમ્પ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારા અભ્યાસ મેચમાં રમશે નહીં. આ બંન્ને ટીમો વચ્ચે રમાનારી પ્રેક્ટિસ મેચને મહત્વની માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પિલ પર કેચની પ્રેક્ટિસ કરવા સમયે થઈ ઈજા
પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા થયા બાદ મોર્ગનનો એક્સરે કરવામાં આવશે. એજેસ બાઉલ મેદાન પર ફીલ્ડિંગની પ્રેક્ટિસ કરવા દરમિયાન તેના ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. 32 વર્ષીય મોર્ગને જણાવ્યું, મને નાનું ફ્રેક્ચર થયું છે, પરંતુ હું મેદાનમાં ઉતરવા માટે તૈયાર છું. પ્રેક્ટિસ બાદ તેને એક્સ-રે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. મેદાન પર સ્લિપમાં કેચની પ્રેક્ટિસ દરમિયાન મોર્ગનની આંગળીમાં ઈજા થઈ હતી. 


ઈસીબીએ આપ્યું સમર્થન
ઈસીબીએ મોર્ગનની ઈજાને સમર્થન આપ્યું છે. કહ્યું, ઈયોન મોર્ગનના ડાબા હાથની ટચલી આંગળીમાં ઈજા થઈ ત્યારબાદ તેને એક્સ રે કરાવવા માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ઇયોન મોર્ગન આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે હાલમાં સંપન્ન થયેલી પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 



ફિટ થઈ જશે મોર્ગન
મોર્ગને કહ્યું, હું દુર્ભાગ્યથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારા પ્રેક્ટિસ મેચમાં રમીશ નહીં, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા મુકાબલામાં રમવા માટે ફિટ થઈ જઈશ. આ ખુબ સારા સમાચાર છે. વિશ્વ કપના પ્રથમ મેચમાં 30 મેએ યજમાન ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાથી થશે. આ પહેલા ઈંગ્લેન્ડ 27 મેએ અફગાનિસ્તાન વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ રમશે.