ઓસ્ટ્રેલિયા સામે હાર છતાં ઈંગ્લેન્ડને વિશ્વાસ, સ્ટોક્સ બોલ્યો `આ અમારો વિશ્વકપ`
ઈંગ્લેન્ડની ટીમ સાત મેચોમાં આઠ પોઈન્ટની સાથે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. યજમાન ટીમે હવે 30 જૂને ભારત જ્યારે ત્રણ જુલાઈએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મુશ્કેલ મેચ રમવાની છે.
લંડનઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભાર આપતા કહ્યું કે, સતત બે મેચોમાં હાર છતાં તેની ટીમની વિશ્વકપ જીતવાની આશા તૂટી નથી. વિશ્વ કપ અભિયાનની સારી શરૂઆત કર્યા છતાં ઈંગ્લેન્ડ છેલ્લી બે મેચ (શ્રીલંકા 20 રન) અને ઓસ્ટ્રેલિયા (64 રન) વિરુદ્ધ હારની સાથે મુશ્કેલ સ્થિતિમાં પહોંચી ગયું છે.
પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડની ટીમ સાત મેચોમાં આઠ પોઈન્ટ સાથે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. યજમાન ટીમ હવે 30 દૂને ભારત જ્યારે 3 જુલાઈએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મુશ્કેલ મેચ રમવાની છે. સ્ટોક્સે મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર બાદ કહ્યું, 'આ અમારો વિશ્વકપ છે. છેલ્લા ચાર વર્ષમાં અમને શાનદાર સમર્થન મળ્યું છે અને અમને ખ્યાલ છે કે વિશ્વકપનું પ્રશંસકો માટે શું મહત્વન છે અને ખેલાડીના રૂપમાં અમને પણ તે ખ્યાલ છે. એક ક્રિકેટરના રૂપમાં વિશ્વકપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું શાનદાર સમય છે.'
World cup 2019: 'જો અને તો'ની સ્થિતિ વચ્ચે આ છે સેમિફાઇનલના નવા સમિકરણ
અમે પીછેહટ કરીશું નહીં
તેણે કહ્યું, 'પરંતુ અમે પાછળ નહીં હટીએ અને જેમ મેં કહ્યું, આ અમારો વિશ્વ કપ છે.' શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમની હાર દરમિયાન સ્ટોક્સે પ્રભાવી ઈનિંગ રમી હતી અને ઈંગ્લેન્ડની આશા જીવંત રાખી હતી. તેણે શ્રીલંકા વિરુદ્ધ અણનમ 82 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 89 રન ફટકાર્યા હતા. સ્ટોક્સે કહ્યું, 'મને લાગે છે કે હારવું નિરાશાજનક છે. પ્રત્યેક ખેલાડી મેદાન પર ઉતરીને ટીમની જીતમાં યોદગાન આપવા ઈચ્છે છે. રન બનાવવા અને વિકેટ ઝડપવી હંમેશા સારૂ લાગે છે પરંતુ જ્યારે તમે ટીમને જીત ન અપાવી શકો તો તેનું કોઈ મહત્વ નથી.'
શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર 2015 બાદ પ્રથમ ઘટના છે જ્યારે ઈંગ્લેન્ડે પોતાની ધરતી પર સતત બે મેચ ગુમાવી છે. ઈંગ્લેન્ડે હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે બાકીની બંન્ને મેચમાં વિજય મેળવવો પડશે.