નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિશ્વ કપ-2019 રમાઇ રહ્યો છે. આ વિશ્વકપની યજમાની રહી રહેલી ઈંગ્લેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન જેસન રોય આગામી બે મેચ માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. હેમસ્ટ્રિંગની ઈજાથી સમસ્યાનો સામનો કરી રહેલ રોય અફઘાનિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે જેસન રોયને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 14 જૂને રમાયેલી મેચમાં ઈજા થઈ હતી. જેસન રોય મેચમાં ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. તેવામાં જોની બેયરસ્ટોની સાથે જો રૂટે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ ઈંગ્લેન્ડ માટે જેસન રોય ચિંતાનો વિષય બની ગયો છે. 


વિશ્વ કપ 2019માં ઈંગ્લેન્ડ તરફથી બીજો અને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં તે સાતમાં સ્થાને છે. જેસન રોયે માત્ર ત્રણ મેચોમાં 215 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. જેસન રોય આગામી બે મેચમાં નહીં રમે તેની જાણકારી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી છે. 


ભારત vs પાકિસ્તાનઃ ટીમ ઈન્ડિયા જીતી, આ ખાસ રેકોર્ડનું સાક્ષી બન્યું ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ 


ઈંગ્લેન્ડે 18 જૂને અફઘાનિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરમાં પોતાની પાંચમ મેચ રમવાની છે. તો 21 જૂને લીડ્સમાં ઈંગ્લેન્ડ શ્રીલંકા સામે ટકરાશે. જો આ વચ્ચે જેસન રોય સ્વસ્થ ન થાય તો, ફરી આગામી મેચ 25 જૂને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાની છે, જેમાં જેસન રોયની ખોટ પડશે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ ચાર મેચોમાં 3 જીતીને 6 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે.