લંડનઃ ઈંગ્લેન્ડની ફેન્સ ક્બલ બાર્મી-આર્મીએ વિશ્વ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલાને લઈને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી વોર્નરની તસ્વીર શેર કરી છે. તેમાં વોર્નરના ટી-શર્ટ પર 'ચીટ્સ' (અપ્રમાણિક) લખ્યો છે. ટી-શર્ટના જે ભાગ પર 'ચીટ્સ' લખવામાં આવ્યું છે, ત્યાં પહેલા ઓસ્ટ્રેલિયા લખેલું હતું. બાર્મી-આર્મીએ વોર્નરની સાથે નાથન લાયન અને મિશેલ સ્ટાર્કની પણ તસ્વીર પોસ્ટ કરી છે. તેમાં બંન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ સેન્ડ પેપર લખેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં 25 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બંન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ રમાશે. 


લેંગરનો જવાબ- અમે આ પ્રકારના સ્વાગત માટે તૈયાર
બાર્મી-આર્મીના આ ટ્વીટ પર ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'અમારી ટીમ વિશ્વ કપમાં આ પ્રકારના સ્વાગથી ચોંકશે નહીં.' અમે તેના માટે તૈયાર છીએ. વિશ્વ કપમાં લગભગ આ વિવાદ ઓછો થાય, પરંતુ ત્યારબાદ એશિઝ સિરીઝમાં આ પ્રકારની વાતો વધુ થશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર