માનચેસ્ટરઃ ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં પોતાની છઠ્ઠી લીગ મેચમાં ગુરૂવારે અહીં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમ સામે ટકરાશે તો ટીમ મેનેજમેન્ટની મુખ્ય ચિંતા મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ અને તેનો બેટિંગ ક્રમ હશે. લીગ સ્ટેજ પોતાના અંતની તરફ આગળ વધી રહ્યું છે અને તેવામાં ભારત વધુ એક જીત સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે. પરંતુ આ જેટલું કહેવું સરળ છે, તેને કરવું આસાન રહેશે નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાસે ગુમાવવા માટે કંઇ નથી અને તે બાકી મેચોમાં અન્ય ટીમોના સમીકરણ બગાડવાનો પ્રયત્ન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા પાવર પ્લેની મહત્વપૂર્ણ ઓવરોમાં પૂર્વ કેપ્ટન ધોનીની નિષ્ફળતાએ કેપ્ટન વિરાટ કોહલીની ચિંતા જરૂર વધારી છે. ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ ખુબ ધીમી બેટિંગ કરતા 52 બોલમાં 28 રન બનાવ્યા અને તેણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે સામાન્ય રીતે શાંત રહેતા દિગ્ગજ સચિન તેંડુલકરે પણ તેના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેંડુલકરે ત્યારે કહ્યું કે, કોઈ સકારાત્મક વલણ જોવા મળ્યું નહીં. 


ટીમ મેનેજમેન્ટને પણ તે સમસ્યાનો ખ્યાલ છે પરંતુ હવે જ્યારે 4 લીગ મેચ બાકી છે ત્યારે તેની પાસે એકમાત્ર વિકલ્પ ધોનીના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાનો છે. સંભવતઃ તેનાથી કેદાર જાધવને વધુ બોલ  રમવા મળી શકે છે જે પોતાના શોટ પસંદગીમાં નવું કરવા માટે ઓળખાય છે. 


ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ઉપયોગ અત્યાર સુધી ફ્લોટરના રૂપમાં થયો છે પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચે દેખાડ્યું કે, જો તેને બીજા છેડેથી સહયોગ ન મળે તો તેના પર દબાવ આવી જાય છે. કોહલી અને કોચ રવિ શાસ્ત્રી અત્યાર સુધી રિષભ પંતનો ઉપયોગ કરવાને લઈને ખુબ ઉત્સુક જોવા મળ્યા નથી. ટીમ મેનેજમેન્ટ જો વિજય શંકરને બહાર કરવાનો નિર્ણય કરે તો જ પંતને ટીમમાં સ્થાન મળી શકે છે. 


વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા ફાસ્ટ બોલર છે અને તેવામાં ધોનીને સ્ટ્રાઇક રોટેટ કરવામાં સરળતા રહી છે કારણ કે તે ધીમી બોલિંગ વિરુદ્ધ સહજ થઈને રમી શકતો નથી. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનના ધીમા બોલરોએ તેનો ઘણો લાભ ઉઠાવ્યો હતો. આઈપીએલમાં ધોનીની બેટિંગ અને ભારત માટે 50 ઓવરના ફોર્મેટમાં તેના પ્રદર્શનમાં અંતરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ધોનીએ ભારતના એક અનુભવહીન ઘરેલૂ બોલરને નિશાન બનાવ્યો જ્યારે મોટા આંતરરાષ્ટ્રીય નામોની વિરુદ્ધ સુરક્ષિત ક્રિકેટ રમ્યો. લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવા દરમિયાન તેણે કગિસો રબાડા કે જોફ્રા આર્ચર જેવા બોલરો વિરુદ્ધ કોઈ જોખમ ન લીધું જ્યારે અન્ય બોલરો વિરુદ્ધ રન બનાવ્યા હતા. 


ટીમને ધોનીની રણનીતિ અને ઝડપી વિકેટકીપિંગની જરૂર છે અને તેવામાં કેપ્ટન અને કોચે તેની ભૂમિકા પર માથાકૂટ કરવી પડશે. બીજીતરફ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર શરૂઆત છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિશ્વકપમાં સેમીફાઇનલની દોડમાંથી બહાર થઈ ચુકી છે પરંતુ ટૂર્નામેન્ટમાં સકારાત્મક અંત કરવા ઇચ્છશે. આંદ્રે રસેલ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો છે અને તેથી ટીમને ઝટકો લાગ્યો છે. ટીમ ફાસ્ટ બોલિંગ વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 


વેસ્ટ ઈન્ડિઝ ટીમના શેલ્ડન કોટરેલ અને ઓશાને થોમસની યુવા ફાસ્ટ બોલિંગ જોડીએ ઘણા પ્રભાવિત કર્યાં છે. કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સારા ફોર્મમાં છે અને તેવામાં ભારતીય બેટ્સમેનો અને વેસ્ટ ઈન્ડિઝના બોલરો વચ્ચે સારો સંઘર્ષ જોવા મળી શકે છે.