લંડનઃ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ 2019માં હજુ માત્ર પાંચ મેચ રમાઇ છે અને ટીમ ઈન્ડિયાની મેચ શરૂ થતાં પહેલા બે દિવસની વાર છે. પાંચ જૂને ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે છે જે પોતાના બે મેચોમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરી ચુકી છે. બંન્ને મેચોમાં દક્ષિણ આફ્રિકા 300થી વધુ રનનો લક્ષ્ય હાસિલ કરવામાં નિષ્ફળ રહી હતી. હવે તેની સામે સવાલ છે કે જ્યારે દક્ષિણ આફ્રિકા ભારત જેવી મજબૂત ટીમ સામે કઈ રણનીતિની સાથે ઉતરશે. ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ તે ચિંતા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશની હારે કર્યું આફ્રિકાને નિરાશ
બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમની હાર એક અપસેટ રહી. ટીમના બોલર બાંગ્લાદેશી બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહી જેનાથી બાંગ્લાદેશે વિશ્વકપમાં પોતાનો સૌથી મોટો સ્કોર 330 રન બનાવી લીધા. ત્યારબાદ બેટિંગ આ લક્ષ્યને હાસિલ કરવામાં નિષ્ફળ રહી. ટીમે 21 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ટીમ ઈન્ડિયાની સામે ટીમની રણનીતિ બનાવવી મુશ્કેલ રહેસે. બેટ્સમેનોએ ફોર્મમાં આવતા માટે દમદાર પ્રદર્શન કરવું પડશે. તો બોલરોએ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે. 


શું કહ્યું ફાફે
બાંગ્લાદેશ વિરુદ્ધ હાર બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, તેની ટીમ વિશ્વ કપમાં ટકી રહેવા માટે ભારત વિરુદ્ધ આગામી મેચમાં નવી રણનીતિ બનાવવી પડશે. ડુ પ્લેસિસે કહ્યું, અમે વિશ્લેષણ કરીશું અને જોશું કે ટીમનું મનોબળ કેમ વધારવું છે. તેણે કહ્યું, 'ભારતની ટીમ ખૂબ મજબૂત છે અને એક ટીમના રૂપમાં અમને ખ્યાલ છે કે અમે સારૂ રમી રહ્યાં નથી. અમારે આ સ્થિતિમાં ફેરફાક કરવો પડશે.'



ICC World Cup, INDvsSA: ધ રોઝ બાઉલમાં ભારત રમશે પ્રથમ મેચ, જાણો સ્ટેડિયમ સાથે જોડાયેલી રોમાચંક વાતો


આ પણ છે ટીમની નવી મુશ્કેલી
સતત બે હાર બાદ ટીમ પરેશાન છે અને તેના ખેલાડીઓની ઈજાએ મુશ્કેલી વધારી દીધી છે. અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખભાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે જ્યારે યુવા ફાસ્ટ બોલ લુંગી એનગિડીને ડેમસ્ટ્રિંગની સમસ્યા થઈ છે. ડુ પ્લેસિસે કહ્યું, અમારી પાસે બે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે અને ક્રિસ મોરિસ પણ છે જે ફાસ્ટ બોલિંગ વિકલ્પ છે. અમે સર્વશ્રેષ્ઠ સંયોજનની સાથે ઉતરીશું. તેને પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે 311 રન બનાવ્યા બાદ 104 રનથી પરાજય આપ્યો હતો. 


ટીમની હારનું શું કારણ રહ્યું
બાંગ્લાદેશ સામે થયેલા પરાજય બાદ તેણે કહ્યું, 'આ ખુબ નિરાશાજનક છે. અમે રમતના તમામ પાસાંમાં આ સમયે ચાલી રહ્યાં નથી. તેના માટે ભાગ્યને દોષ આપવો આપવો યોગ્ય નથી. તેણે કહ્યું, 'અમારી રણનીતિ આક્રમક બોલિંગથી તેને દબાવમાં લાવવાની હતી પરંતુ તે ન  ચાલી. ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરની ગેરહાજરીની અસર આફ્રિકાના પ્રદર્શન પર પડી છે.'