નવી દિલ્હીઃ આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 12માં આઈસીસી ક્રિકેટ વિશ્વકપની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષે વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ''રાઉન્ડ રોબિન'' પ્રમાણે રમાનારી આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમો અન્ય ટીમો સામે એક-એકવાર ટકરાશે. પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમોને સેમીફાઇનલમાં પ્રવેશ મળશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમવાની છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 જુલાઈએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં ફાઇનલ મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1975, 1979, 1983 અને 1999માં ક્રિકેટ વિશ્વકપનું આયોજન ઈગ્લેન્ડમાં થયું હતું. આગામી વર્ષે તા. 30 મેના રોજ વિશ્વકપ ટુર્નામેન્ટ ઈગ્લેન્ડના મેદાન પર શરૂ થશે. જ્યારે ટુર્નામેન્ટની ફાયનલમેચ 14 જુલાઈના રોજ યોજાશે. કુલ 46 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ 12મી સિરીઝ છે. ટુર્નામેન્ટની શરૂઆત ઓવલના મેદાન પરથી થશે. જ્યાર અંતિમ મેચ સૌથી પ્રતિષ્ઠિત મેદાન લોર્ડસ પર યોજાશે.


આગામી વર્ષે શરૂ થનારી વિશ્વકપ ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે કુલ 48 મેચ રમાશે. ગત વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડમાં આયોજિત વિશ્વકપમાં 14 ટીમે ભાગ લીધો હતો અને કુલ 49 મેચ યોજાઈ હતી. આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આમ તે પાંચમી વખત વિશ્વકપ જીતનારો દેશ બન્યો હતો. આ વખતે યજમાન દેશ ઈગ્લેન્ડ છે. સાત દેશ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે.


ભારતીય સમયાનુસાર વિશ્વકપ-2019નો સંપૂર્ણ કાર્યક્રમ


ટીમ તારીખ સ્થળ સમય
ઈગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા 30 મે લંડન બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ 31 મે નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs શ્રીલંકા 1 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા 1 જૂન બ્રિસ્ટલ સાંજે 6.00 કલાકે
બાંગ્લાદેશ Vs દક્ષિણ આફ્રિકા 2 જૂન લંંડન બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs પાકિસ્તાન 3 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs શ્રીલંકા 4 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
ભારત Vs દક્ષિણ આફ્રિકા 5 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેેશ Vs ન્યૂઝિલેન્ડ 5 જૂન લંડન સાંજે 6.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs વેસ્ટ ઈન્ડિઝ 6 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs શ્રીલંકા 7 જૂન બ્રિસ્ટલ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs બાંગ્લાદેશ 8 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ન્યૂઝિલેન્ડ 8 જૂન ટોન્ટન સાંજે 6.00 કલાકે
ભારત Vs ઓસ્ટ્રેલિયા 9 જૂન લંડન બપોરે 3.00 કલાકે
વેસ્ટ ઈન્ડિઝ Vs સાઉથ આફ્રિકા 10 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેશ Vs શ્રીલંકા 11 જૂન બ્રિસ્ટલ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન 12 જૂન ટોન્ટન બપોરે 3.00 કલાકે
ભારત Vs ન્યૂઝિલેન્ડ 13 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ 14 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs શ્રીલંકા 15 જૂન લંડન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs સાઉથ આફ્રિકા 15 જૂન કાર્ડિક સાંજે 6.00 કલાકે
ભારત Vs પાકિસ્તાન 16 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેશ Vs વેસ્ટ ઈન્ડિઝ 17 જૂન ટોન્ટન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ઈગ્લેન્ડ 18 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેેન્ડ Vs દક્ષિણ આફ્રિકા 19 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ 20 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs શ્રીલંકા 21 જૂન લીડ્સ બપોરે 3.00 કલાકે
ભારત Vs અફઘાનિસ્તાન 22 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ 22 જૂન માનચેસ્ટર સાંજે 6.00 કલાકે
પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા 23 જૂન લંડન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ 24 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા 25 જૂન લંડન બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs પાકિસ્તાન 26 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ 27 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
દક્ષિણ આફ્રિકા Vs શ્રીલંકા 28 જૂન ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs પાકિસ્તાન 29 જૂન લીડ્સ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs ન્યૂઝિલેન્ડ 29 જૂન લંડન સાંજે 6.00 કલાકે
ભારત Vs ઈગ્લેન્ડ 30 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
શ્રીલંકા Vs વેસ્ટ ઈન્ડિઝ 1 જુલાઈ ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
ભારત Vs બાંગ્લાદેશ 2 જુલાઈ બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs ન્યૂઝિલેન્ડ 3 જુલાઈ ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ 4 જુલાઈ લીડ્સ બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs બાંગ્લાદેશ 5 જુલાઈ લંડન બપોરે 3.00 કલાકે
ભારત Vs શ્રીલંકા 6 જુલાઈ લીડ્સ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા 6 જુલાઈ માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
પ્રથમ સેમિફાયનલ 9 જુલાઈ માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
બીજી સેમિફાયનલ મેચ 11 જુલાઈ બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ફાઇનલ 14 જુલાઈ લોર્ડ્સ લંડન બપોરે 3.00 કલાકે